Vastu Shastra: હિંદુ ધર્મમાં તમામ દેવી-દેવતાઓમાંથી દેવી લક્ષ્મીને સંપત્તિની દેવી અને ભગવાન કુબેરને સંપત્તિના દેવતા માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં દેવી લક્ષ્મીને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય, વૈભવ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને જીવનની તમામ સુખ-સુવિધાઓ સરળતાથી મળી જાય છે. જે લોકો પર મા લક્ષ્મીની કૃપા હોય છે, આવા લોકો હંમેશા સુખી જીવન જીવે છે. શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય, જેને અપનાવીને  માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો અને જીવનમાં ધન-સંપત્તિ અને સુખ-સમૃદ્ધિનો આનંદ લઈ શકો છો.


શાસ્ત્રોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે, જ્યાં સ્વચ્છતા હોય છે તે જ જગ્યાએ માતા લક્ષ્મીનો વાસ હોય છે. જે ઘરોમાં સ્વચ્છતા અને સુંદર શણગાર હોય છે, ત્યાં માતા ઝડપથી વાસ કરે છે. આવી સ્થિતિમાં ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ. જે ઘરોમાં સ્વચ્છતા નથી અને ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા ગંદકી કે પગરખાં અને ચપ્પલ પડ્યાં રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો.


જે ઘરોમાં  આખી રાત ગંદા વાસણો પડ્યાં રહે, આવી જગ્યાએ  માતા લક્ષ્મીનો વાસ નથી થતો. વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી આવા ઘરોથી નારાજ થઈ જાય છે અને ત્યાંથી પોતાની કૃપા પાછી ખેંચી લે છે.આવા ઘરમાં ધનનો વ્યય નથી થતો અને હંમેશા ધનની હાનિ થાય છે.


એવી માન્યતાઓ પણ છે કે જે ઘરોમાં સાવરણીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે કારણ કે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં સાવરણી રાખવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાવરણી ઘરના એવા ભાગમાં રાખવી જોઈએ જ્યાં કોઈ તેને સરળતાથી જોઈ ન શકાય. લક્ષ્મીજીની પ્રસન્નતા માટે સાવરણીને છુપાવીને રાખવાનું વિધાન છે.  આ સિવાય સાવરણીને ક્યારેય પગથી ન લગાડવી જોઈએ અને સાંજના સમયે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ઝાડુનું અપમાન કરવાથી હંમેશા ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી આવા ઘરોમાં નથી ટકતી.


વાસ્તુમાં ઉત્તર દિશાને ભગવાન કુબેર અને માતા લક્ષ્મી માતાની દિશા માનવામાં આવે છે. આ દિશામાં વિશેષ કાળજી રાખવાથી ધન પ્રાપ્તિ થાય છે. આ દિશાને સ્વચ્છ રાખવી. આ દિશામાં   ક્યારેય પણ ભારે અને નકામી વસ્તુઓ ન રાખવી   જોઈએ. આ દિશામાં સ્વચ્છતા રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.


જે ઘરોમાં સવાર-સાંજ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને શંખની નિયમિત પૂજા કરવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.