Ambaji Temple News:અંબાજી મંદિરમાં આજે એક દિવસ માટે દર્શનાર્થીઓ માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર આજે બપોરે દોઢ વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.  ભાદરવી પૂનમના મેળાના સમાપન બાદ આજે પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોવાથી મંદિરના દ્રાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. આરતી અને દર્શનના સમયમાં પણ પ્રક્ષાલન વિધિના કારણે  ફેરફાર કરવામાં આવ્યો છે. .. સોમવારથી રાબેતા મુજબ દર્શન અને આરતીનો સમય રહેશે. સોમવારથી દર્શનાર્થીઓ રાબેતા મુજબ દર્શન આરતીનો લાભ લઇ શકશે.


અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે  45 લાખ જેટલા માંઈ ભક્તોએ  માના દર્શન કર્યાં.અંબાજી મંદિર ખાતે  એક માંઈ ભક્તે  250 ગ્રામ સોના ની ત્રણ લગડી દાન કરી. અંબાજી મંદિર માં છેલ્લા 7 દિવસ માં 466 ગ્રામ સોનાના દાન આવ્યું. પૂનમને લઇ મોટી સંખ્યામાં ભક્તો  દર્શન માટે આવે છે.


સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો સંપન્ન થયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સહિત સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ અદ્ભુત સગવડ, સ્વચ્છતા અને સુરક્ષાના આયોજનથી માઈભક્તો માટે આ આસ્થા પર્વ એક યાદગાર અનુભવ બની ગયો.


અંબાજીના મેળા માટે ST નિગમને રૂ. 7 કરોડની આવક થઇ, ખાસ અંબાજીના મેળા માટે  વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. 1200 જેટલી વધારાની બસોમાં 10 લાખ જેટલા પ્રવાસીઓએ  મુસાફરી કરી. 1200 બસો મારફતે 24 હજાર ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું.                                                                                                                                          


આ પણ વાંચો 


7 ઑક્ટોબર સુધી રાજ્યમાં આ સ્થળે હજું પણ સ્વીકારાશે 2 હજારની નોટ,જાણો RBIએ શું કર્યો મહત્વનો નિર્ણય


સેલવાસમાં ઇંગોટ બનાવતી કંપનીમાં ભઠ્ઠીમાં ભયંકર વિસ્ફોટ, 12 લોકો ઇજાગ્રસ્ત, 4ની સ્થિતિ ગંભીર