Vinayaki Ganesh Chaturthi: બેહદ ખાસ છે અષાઢની વિનાયક ચતુર્થી, આ ઉપાય કરવાથી નોકરીની શોધ થશે પૂર્ણ

વિનાયક ચતુર્થી વરદ વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે બપોર પછી ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવેસે કેટલાક ખાસ ઉપાય કરવાથી નોકરીની શોધ પૂર્ણ થાય છે અને સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે.

Continues below advertisement

Vinayaki Ganesh Chaturthi: ભગવાન  ગણેશની ઉપાસના સુખ અને સૌભાગ્ય વગેરે પ્રદાન કરે છે. દર મહિનાના શુક્લ પક્ષમાં આવતી ચતુર્થી અલગ-અલગ નામે ઓળખાય છે. અષાઢ પક્ષને વિનાયકી ચતુર્થી વ્રત કહેવામાં આવે છે.. વિનાયક ચતુર્થી વરદ વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે બપોર પછી ગણેશની પૂજા કરવામાં આવે છે.

Continues below advertisement

વિનાયક ચતુર્થીના દિવસે શ્રી ગણેશની પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, ઐશ્વર્ય, આર્થિક સમૃદ્ધિ તેમજ જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. બપોરે ગણેશજીની પૂજા કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી પોતે  ભોજન કરવું જોઈએ. આ દિવસે ઉપવાસ અને ગણેશજીની પૂજા કરવાથી ધન, ધાન્ય અને સ્વાસ્થ્ય અને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

આ વખતે અષાઢ મહિનામાં વિનાયક ચતુર્થી ખૂબ જ ખાસ છે, આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકો આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી અનેકગણું પરિણામ મળશે. આવો જાણીએ અષાઢ વિનાયક ચતુર્થીના વ્રતના શુભ યોગ અને ઉપાયો.

અષાડા વિનાયક ચતુર્થીના ઉપાય

નોકરી મેળવવા માટે - ગણેશ ચતુર્થીના દિવસે રોજગારની શોધમાં લાગેલા લોકોએ ઓમ શ્રી ગણ સૌભ્યાય ગણપતયે વરદ સર્વજનમ વશમનાય સ્વાહાનો 21 વાર જાપ કરવો જોઈએ. દર વખતે મંત્રના અંતે ગણેશજીને એક-એક દુર્વા અર્પણ કરતા રહો. એવું માનવામાં આવે છે કે તમને ચોક્કસ સફળતા મળશે.

વિદ્યાર્થીઓની કારકિર્દીમાં ઉન્નતિ - જો તમે અભ્યાસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત ન કરી શકતા હોવ અથવા સખત મહેનત કર્યા પછી પણ તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા ન મળી રહી હોય તો અષાઢ વિનાયક ચતુર્થીના દિવસે ઓમ વિનાયકાય નમઃ મંત્રનો જાપ કરતા ગણપતિને આંકડાના પાન અર્પણ કરો અને તમારી ઈચ્છા કહો. . કરિયરમાં કોઈમાં આવતી  અડચણ દૂર થશે.

રાહુ-કેતુથી બચવા માટેઃ- જેમની કુંડળીમાં રાહુ, કેતુ અને શનિની અશુભ અસર હોય તેમણે વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી 11 વાર ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિના દુ:ખનો અંત આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Continues below advertisement
Sponsored Links by Taboola