Goddess Lakshmi: શુક્રવારના દિવસે પૂર્ણ ભક્તિ અને સમર્પણ સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં હંમેશા સુખ વૈભવથી છલકાય જાય છે.  મા લક્ષ્મીની કૃપાથી જીવનમાં કોઈપણ પ્રકારની કમી નથી રહેતી.


શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે.આ દિવસે ભક્તો માતાને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે. આ દિવસે માતાની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે.


મહાલક્ષ્મી ધન વૈભવની દેવી છે. જેના પર તેની કૃપા થાય છે. તેના જીવનમાં ક્યારેય પણ ધન વૈભવની કમી નથી રહેતી. શુક્રવારના દિવસે શુક્ર ગ્રહ અથવા શુક્રદેવને સંબંધિત મનાય છે. શુક્રદેવને સુખ, સૌંદર્ય અને રોમાંસનો કારક માનવામાં આવે છે.


માનવામાં આવે છે કે, શુક્રવારના દિવસે પુરી શ્રદ્ધા અને સમર્પણ સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી હંમેશા મહાલક્ષ્મી કૃપા બની રહે છે. શુક્રદેવની કૃપાથી જીવનમાં કોઇ પણ પ્રકારની કમી નથી રહેતી. આવો જાણીએ તેના ખાસ ઉપાય વિશે.


શુક્રવારના દિવસે સવારે સ્નાન વગેરે કર્યાં બાદ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો,ત્યારબાદ મહાલક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે છે અને તેને કમળનું ફુલ સમર્પિત કરવામાં આવે છે. તેનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.શુક્રવારનો દિવસ સફેદ રંગ સંબંધિત છે. તેથી જ શુક્રવારે સફેદ રંગનો વધુ ઉપયોગનું વિધાન છે.


મહાલક્ષ્મીની   કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારનું વ્રત રાખવાનો ઉપાય કારગર છે.આજના દિવસે શુક્ર દેવનો ખાસ મંત્ર “ઓમ શુક્ર દેવ નમ:” અથવા “ઓમ શું શુક્રાય નમ:” “ઓમ હિમકૃન્દામૃણાલાભં દૈત્યાનાં પરમં ગુરૂમ્ સર્વશાસ્ત્રપવત્કારં ભાર્વવ પ્રણમામ્યમંહ”ના 108 વખત જાપ કરો. આ મંત્ર જાપથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.  


માતા લક્ષ્મી અને શુક્રદેવ ક્યારેય પણ ગંદકીથી વાસ નથી કરતા.માટે તેની કૃપા મેળવવી હોય તો વાતાવરણ શુદ્ર રાખો અને ઘરમાં સાફ સફાઇનું વિશેષ ધ્યાન આપો. વ્રત રાખવાની સાથે જ આ દિવસે શુક્ર સંબંધિત ચીજોનું દાન કરવું શુભ મનાય છે. જેમકે દુધ, ચોખા, દહીં, લોટ, સફેદ ચીજોનું દાન કરવું શુભ મનાય છે. શુક્રવારના દિવસે કડીઓને કિડિયારૂ પુરવાથી પણ શુક્રદેવની કૃપા થાય છે.


ભગવાન વિષ્ણુના વિના મહાલક્ષ્મીની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ માટે શુક્રવારના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની સાથે સ્થાપના કરીને પૂજન કરવું જોઇએ તેનાથઈ ધનધાન્ય અને વૈભવમાં વૃદ્ધિ થાય છે.


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.