આજે ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે સીરીઝ રમવા માટે મેદાનમાં ઉતરશે, ટેસ્ટ સીરીઝ બાદ ફરી એકવાર ભારત અને ઓસ્ટ્રેલિયાની ટક્કર જોવા મળશે. આ સીરિઝ 17 માર્ચથી શરૂ થઇ રહી છે. પહેલી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની ગેરહાજરીમાં પ્રથમ વનડેમાં હાર્દિક પડ્યા ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરશે. જાણો અહીં પ્રથમ મેચોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેવી હશે બેસ્ટ પ્લેઇંગ ઇલેવન...  






બન્ને ટીમોના કેપ્ટનો બદલાયા - 
પ્રથમ વનડે માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર કેપ્ટન તરીકે થયો છે. રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા સીરીઝની પ્રથમ વનડેમાં નહીં જોવા મળે, તેની જગ્યાએ યુવા ખેલાડી હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી છે, રોહિત ઘરના પ્રસંગના કારણે પ્રથમ વનડે માટેથી બહાર રહ્યો છે. આ ઉપરાંત ટીમમાં બીજા મોટા ફેરફારો જોવા મળી શકે છે. વિકેટકીપર તરીકે ઋષભ પંતની જગ્યાએ ટીમમાં હવે ઇશાન કિશનને સ્થાન મળશે તે નક્કી છે, જ્યારે ઓપનિંગમાં શુભમન ગીલ રહેશે. આ સિવાય મીડિલ ઓર્ડરમાં વિરાટ કોહલી સાથે સૂર્યૂકુમાર યાદવ અને કેએલ રાહુલને જવાબદારી સોંપવામાં આવશે. સ્પીન ડિપાર્ટમેન્ટમાં ટીમમાં બન્ને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને મોકો મળશે, આ ઉપરાંત ફાસ્ટ બૉલિંગ એરિયામાં મોહમ્મદ સિરાઝ સાથે ઉમરાન મલિક અને શાર્દૂલ ઠાકૂરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. 


પ્રથમ વનડે માટે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઇશાન કિશન (વિકેટકીપર), શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર


જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો, અહીં પણ કેપ્ટન તરીકે મોટો ફેરફાર થયો છે, રેગ્યૂલર કેપ્ટન પેટ કમિન્સ માતાના નિધન બાદ વનડે સીરીઝ નથી રમી રહ્યો, આની જગ્યાએ ટીમની કમાન સ્ટીવ સ્મિથને સોંપવામાં આવી છે, અહીં ડેવિડ વૉર્નર અને ગ્લેન મેક્સવેલની મેદાન પર વાપસી જરૂર જોવા મળશે. આ ઉપરાંત કાંગારુ ટીમમાં માર્કસ સ્ટૉઇનિસ કે મિશેલ માર્શ બન્નેમાંથી એકને ટીમમાં સ્થાન મળી શકે છે. બન્ને ખેલાડીઓ બૉલિંગ અને બેટિંગમાં ઓલરાઉન્ડર દેખાવ કરવા માટે સક્ષમ છે. 


ઓસ્ટ્રેલિયન ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
ડેવિડ વૉર્નર, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશાને, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ/મિશેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), એડમ જામ્પા, નાથન એલિસ, મિશેલ સ્ટાર્ક.