Bangles benefit:પરિણીત મહિલાએ કયા રંગની બંગડીઓ પહેરવાથી દૂર રહેવું જોઈએ, ક્યારે અને કયા દિવસે પહેરવું શુભ માનવામાં આવે છે. આપણા જીવન પર કેવી અસર કરે છે? જાણીએ..
હિંદુ ધર્મમાં મહિલાઓના સોળેય શૃંગારનું ખૂબ મહત્વ છે. તીજ પર્વમાં બંગડીઓ મહિલાઓની સુંદરતામાં વધારો કરે છે. તેને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, બંગડીઓ માત્ર મહિલાઓના મેકઅપમાં જ ઉપયોગી નથી, પરંતુ તે સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિને પણ સારી રાખે છે. ધાર્મિક માન્યતા અનુસાર, સ્ત્રીની બંગડીઓ પહેરવાની સાથે ત પતિના સ્વાસ્થ્યનો પણ સીધો સંબંધ હોય છે. પરિણીત મહિલાએ કયા રંગની બંગડીઓ પહેરવાથી દૂર રહેવું જોઈએ, ક્યારે અને કયા દિવસે પહેરવું શુભ માનવામાં આવે છે. તેઓ આપણા જીવન પર કેવી અસર કરે છે? ચાલો જાણીએ...
ચૂડી પહેરાના નિયમ
કોઈપણ નવી બંગડી પહેરતા પહેલા તેને મા ગૌરીને ચોક્કસથી અર્પણ કરો.આમ કરવાથી તમારું દામ્પત્ય જીવન સુખી રહે છે.પતિ સાથેના સંબંધ પણ મુધર બને છે. નવી બંગડી હંમેશા સવારે કે સાંજે જ પહેરો.
શાસ્ત્રો અનુસાર મહિલાઓએ મંગળવાર અને શનિવારે બંગડીઓ ન ખરીદવી જોઈએ. આ દિવસે બંગડીઓ ખરીદવી અશુભ છે. આમ કરવાથી તે પતિનું દુર્ભાગ્ય નોતરે છે.
બંગડીઓ સ્વ અને પતિના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં પણ વધારો કરે છે. જો આપણે દિવસ વિશે વાત કરીએ તો, નવી કાચની બંગડીઓ પહેરવા માટેના શ્રેષ્ઠ દિવસો રવિવાર અને શુક્રવાર માનવામાં આવે છે.
કઇ બંગડી શુભ અને અશુભ
- ગોળાકાર બંગડીઓ બુધ અને ચંદ્રનું પ્રતીક છે. કાચની બંગડીઓને પવિત્ર અને શુભ માનવામાં આવે છે.કહેવામાં આવે છે કે,કાચની બંગડીઓ પહેરવાથી તેમાંથી આવતો અવાજ આસપાસની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે.
- એવું માનવામાં આવે છે કે કાચની બંગડીઓ પહેરવાથી બુધ ગ્રહની કૃપા થાય છે અને કુંડળીમાં શુભ રહે છે.જો તમે સોનાની બંગડીઓ પહેરો છો તો તેની સાથે કાચની બંગડીઓ અવશ્ય પહેરો.
- પરિણીત મહિલાઓ માટે સફેદ અને કાળી બંગડીઓ અશુભ માનવામાં આવે છે, કારણ કે આ રંગની બંગડીઓ અશુભ લાવે છે અને તેની નકારાત્મક અસર તમારા પતિ પર જોવા મળે છે.તે પહેરવાથી દુર્ભાગ્યને આમંત્રણ મળે છે. અપરિણીત હોય ત્યારે કોઈપણ રંગની બંગડીઓ પહેરી શકાય.
- જ્યારે બંગડીઓ કાંડા પર અથડાય છે, ત્યારે તે રક્ત પરિભ્રમણને વધારે છે. તે હાઈ બ્લડ પ્રેશરની શક્યતાઓને ઘટાડવામાં પણ મદદ કરે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.