Vastu Tips for Negative Energy: વાસ્તુશાસ્ત્રમાં બે પ્રકારની ઉર્જાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા. સકારાત્મક ઉર્જા સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પરિવારના સભ્યો શાંતિથી સાથે રહે છે.
જે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, તે હસતા ખેલતા પરિવારના બરબાદ કરી દે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેના દ્વારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે.
પરંતુ આ પહેલા તમારે એ જાણવું પડશે કે તમારા ઘરમાં પણ નકારાત્મક ઉર્જા છે કે નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે ત્યાં કેટલાક સંકેતો જોવા મળે છે. જો તમારા ઘરમાં પણ આવા લક્ષણો જોવા મળે છે, તો તરત જ તેને દૂર કરવાના ઉપાય કરો.
ઘરની ઉર્જા આ રીતે અનુભવો
ઘર એક એવી જગ્યા છે, જ્યાં થાકેલી વ્યક્તિ પણ શાંત અને આરામદાયક અનુભવે છે. મન વ્યગ્ર નથી થતું અને આનંદનું વાતાવરણ રહે છે. પરંતુ જો તમે ઘરે આવતાની સાથે જ ઉદાસ થાઓ છો, અસ્વસ્થતા અનુભવો છો અથવા બેચેની અનુભવો છો અને નાની-નાની બાબતો પર વારંવાર ઝઘડો થાય છે તો સમજવું કે તમારું ઘર નકારાત્મક ઉર્જાનાં પ્રભાવ હેઠળ છે.
કંઈક આવો થાય છે અનુભવ
તમે બહાર તો ઠીક છો પરંતુ જ્યારે તમે ઘરે આવો છો, ત્યારે તમને તમારા શરીરમાં ભારેપણું લાગે છે અથવા રડવાનું મન થાય છે, તો આ પણ નકારાત્મક ઊર્જાના સંકેતો છે. જો તમને એવું લાગતું હોય તો ઘરમાં મીઠાના પાણીના પોતો કરો. બાથરૂમમાં એક બાઉલમાં ફટકડી રાખો અને વાસ્તુ નિયમો અનુસાર ઘરને સજાવો.
કોઈની હાજરી અનુભવો
જો તમને લાગે કે ઘરમાં કોઈ હાજર છે અથવા તમને અજ્ઞાત ડર સતાવે, પગરવનો ભાસ થયા કરે તો આ પણ નકારાત્મક ઊર્જાના સંકેતો હોઈ શકે છે. વાસ્તવમાં નકારાત્મક ઉર્જાને કારણે વ્યક્તિ થાક કે મૂંઝવણ અનુભવે છે.
નેગેટિવ એનર્જી શું છે?
વાસ્તુ નિષ્ણાત અનીશ વ્યાસના મતે નકારાત્મક ઉર્જાનો ભૂત સાથે સંબંધ નથી. જો તમને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનાં ચિહ્નો જોવા મળે છે, તો તેનો અર્થ એ નથી કે તમારા ઘરમાં ભૂતનો વાસ છે.ઘરની ખોટી ડિઝાઈન, વસ્તુઓને ખોટી દિશા વગેરેને કારણે આવું અનુભવાય છે. જે નકારાત્મક ઉર્જા લાવે છે અને આપણા જીવનને પ્રભાવિત કરે છે. જો તમે નકારાત્મક ઉર્જાને ઓળખીને દૂર કરો છો, તો તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.