Ratna Jyotish :જયોતિષ શાસ્ત્ર અનુસાર નીલમ રત્ન રંકને રાજા બનાવી દે છે. આર્થિક લાભ કરાવતા આ રત્નને ઘારણ કરતા પહેલા કુંડલીનો અભ્યાસ કરવો જરૂરી છે.


નીલમ રત્નથી આર્થિક લાભ થવાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીથી પણ રાહત આપે છે. ઉપરાંત નોકરી અને વ્યાપારમાં પણ ઉન્નતિ કરાવે છે.


જો કે નીલમ રત્નને ધારણ કરવાની જરૂર ન હોય અને તેને ધારણ કરવામાં આવે તો આ રત્ન વિપરિત પરિણામ પણ આવે છે. તેનાથી દુર્ઘટના અને ધન હાનિનો ભોગ બનવું પડે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


નિલમ આપના માટે શુભ છે કે નહી તે જાણ્યા બાદ જ આ નંગને ધારણ કરવો જોઇએ. નીલમ રત્ન ઘારણ કરતાં પહેલા તેને તકિયા નીચે મૂકીને રાત્રે ઊંઘી જાવ, જો રાત્રે આપને કોઇ ખરાબ સપનુ આવે  અને સારી ઊંઘ ન આવે તો સમજી લેવું કે આ રત્ન આપના માટે અશુભ ફળ આપનાર છે.


તેનાથી વિપરિત જો રાત્રે આપને ગાઢ નિંદ્રા આવે અને રાત્રે કોઇ શુભ સપના આવે. શુભ સંકેત મળે તો સમજી લેવું કે આપની ગ્રહ દિશા દશા મુજબ આપના માટે નીલમ રત્ન શુભ ફળ આપનાર છે. જો રત્ન ઘારણ કર્યા બાદ કોઇ અશુભ ઘટના ઘટે તો રત્ન તરત ઉતારી દેવું