નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન યુદ્ધ હવે વધુ ખતરનાક દિશમાં વળાંક લઇ રહ્યું છે. હાલમાં રશિયન સેના યૂક્રેનમાં ઘૂસી ગઇ છે અને ચારેયબાજુ હુમલાઓ કરી રહી છે. એકબાજુ અમેરિકા અને યૂરોપિયન યૂનિયનના દેશો આ યુદ્ધને રોકવા માટે રશિયા પર દબાણ લાવી રહ્યાં છે, ત્યારે હવે વાત આવી ગઇ છે પરમાણુ હથિયારના ઉપયોગ પર. 


આશંકા છે કે આ યુદ્ધમાં તોપ, શેલ, બંદૂકોથી પણ વધુ આ લડાઈ પરમાણુ હુમલા સુધી પહોંચી શકે છે. આ યુદ્ધમાં બેલારુસ રશિયા માટે ખૂબ મદદગાર સાબિત થઈ રહ્યું છે. રિપોર્ટ છે કે રશિયાએ બેલારુસને તેમના દેશમાં પરમાણુ હથિયાર તૈયાર રાખવા આદેશ આપી દીધો છે, અને બેલારુસ પણ આ માટે હા પાડી ચૂક્યુ છે. આવી સ્થિતિમાં ચિંતિત થયેલા ફ્રાન્સે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે અને બેલારુસના રાષ્ટ્રપતિને ફોન કરીને વાત કરી છે, ફ્રાન્સે કહ્યું બેલારુસે યૂક્રેન સામેના યુદ્ધમાં રશિયાની મદદ ન કરવી જોઈએ.


ફ્રાન્સના રાષ્ટ્રપતિએ બેલારુસના રાષ્ટ્રપતિને ફોન કર્યો-
રશિયા અને યૂક્રેન યુદ્ધને ટાળવા માટે અને વધુ જાનહાનિને રોકવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોએ બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે ફોન પર વાતચીત કરી હતી. મેક્રોએ બેલારુસના નિર્ણયની સખત નિંદા કરી. જેમાં બેલારુસે કહ્યું હતું કે તે રશિયાને બેલારુસની ધરતી પર પરમાણુ હથિયારો તૈનાત કરવાની મંજૂરી આપશે. એજન્સી અનુસાર રાષ્ટ્રપતિ મેક્રોને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને રશિયાના હુમલામાં સહયોગી ન બનવા જણાવ્યું હતું. જોકે, એવો પણ દાવો કર્યો હતો કે મોસ્કોએ બેલારુસમાં પરમાણુ હથિયારો તૈનાત કરવાની પરવાનગી આપી હતી.


આ પણ વાંચો..........


ગૂગલે પોતાની કઇ મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી, રશિયાને આનાથી શું થશે મોટુ નુકશાન, જાણો


યુક્રેનનો રશિયા પર પલટવાર, 3500 રશિયન સૈનિકો, ટેન્ક, વિમાન અને 8 હેલિકોપ્ટર તોડી પાડ્યાનો કર્યો દાવો, ફોટા પણ જાહેર કર્યા


GAIL India કરશે એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની ભરતી, જલદી કરો અરજી


JRHMS Recruitment 2022: મેડિકલ વિભાગમાં નીકળી 1141 પદ પર વેકેન્સી, મળશે સારો પગાર


Horoscope Today 27 February 2022: આજે છે વિજયા એકાદશી, 5 રાશિના જાતકોએ આ કામથી રાખવું પડશે અંતર, જાણો તમામ રાશિનુ રાશિફળ


Russia Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે જો બાઈડેનનું મોટું નિવેદન, કહ્યું- ‘ત્રીજું વિશ્વ યુદ્ધ જ વિકલ્પ’