Janmashtami 2023: જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક સરળ અને અસરકારક મંત્રોનો જાપ કરી શકો છો. આવો જાણીએ આ મંત્ર.


હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. જન્માષ્ટમીનો તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 6 સપ્ટેમ્બર 2023, બુધવારે ઉજવવામાં આવશે.


કૃષ્ણાજન્માષ્ટીએ કરો આ મંત્રોના જાપ


ભગવાન કૃષ્ણના આ મંત્રનો જાપ કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જન્માષ્ટમીના વિશેષ અવસર પર આ મંત્રનો જાપ કરવાથી સાધકને શુભ ફળ મળે છે.


શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારિ હે નાથ નારાયણ વાસુદેવા


આને ભગવાન કૃષ્ણનો સૌથી સરળ અને અસરકારક મંત્ર માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી તેમના પર ભગવાન કૃષ્ણની  કૃપા વરસે છે.  ભગવાન પોતે આ મંત્રનો જાપ કરીને પોતાના ભક્તની રક્ષા કરે છે.


હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે


જો કોઈ વ્યક્તિએ આધ્યાત્મિક ઉચાઇ પ્રાપ્ત કરવી હોય અને મનને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન કરવું હોય તો  આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ પણ ભગવાન કૃષ્ણના સૌથી સરળ મંત્રોમાંથી એક છે.


 ગોવલ્લભાય સ્વાહા


જન્માષ્ટમીના અવસર પર સાત અક્ષરોના આ સરળ મંત્રનો જાપ કરવાથી સાધકને પૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.


શ્રી કૃષ્ણ ગાયત્રી મંત્ર


ઓમ દેવિકાનંદનય વિદમહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત્”


આ મંત્ર મનને શાંતિ આપે છે, દુઃખને દૂર કરે છે. આવી સ્થિતિમાં જન્માષ્ટમી પર આ મંત્રનો જાપ અવશ્ય કરવો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો