Gayatri Jayanti 2023: ગાયત્રી મંત્રની અસર એવી હોય છે કે તેનો જાપ કરવાથી બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે. ગાયત્રી મંત્રનો જાપ દરેક ક્ષેત્રમાં સફળતા માટે સિદ્ધ મંત્ર માનવામાં આવે છે. મંત્રોના ધ્વનિ અનંત શાંતિની અનુભૂતિ કરાવે છે. ગાયત્રી મંત્રના જાપથી માનસિક અને શારિરીક લાભ પણ થાય છે. ગાયત્રી મંત્રના જાપથી મનોકામનાઓની પૂર્તિ કરી શકાય છે. ગાયત્રી મંત્રને ખૂબ જ અસરકારક માનવામાં આવ્યો છે. જો નોકરી કે ધંધામાં સમસ્યા હોય તો ગાયત્રી મંત્રનો જાપ કરવાથી લાભ મળી શકે છે.
ગાયત્રી મંત્ર
ઓમ ભુર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્।
મંત્રનો અર્થ
પ્રાણ સ્વરૂપ, દુખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી,પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્મા તેમના અંતકરણમાં ધારણ કરે અને તે જ પરમાત્મા આપણી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે.
જો ગાયત્રી મંત્રનો ત્રણ વખત જાપ કરવામાં આવે તો તે વધુ અસરકારક માનવામાં આવે છે.
- પ્રથમ વખત
- સૂર્યોદયના થોડા સમય પહેલા ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરો. સૂર્યોદય પછી થોડી વાર સુધી મંત્ર જાપ કરી શકાય છે.
- બીજી વખત
બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે.
- ત્રીજી વખત
- સૂર્યાસ્ત પહેલા ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરો. સૂર્યાસ્ત આ મંત્રનો જાપ નથી થતો આ સૂર્યનો મંત્ર છે.
ગાયત્રી મંત્રનો જાપ કેવી રીતે કરવો
- રૂદ્રાક્ષની માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.
-મૌન રાખીને ગમે ત્યારે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે.
-ગાયત્રી મંત્રનો જાપ ક્યારેય ઊંચા અવાજમાં ન કરો.
- ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને હાથી પર બેઠેલી ગાયત્રી માનું ધ્યાન કરો.
-શ્રીના સંપુટને આગળ અને પાછળ લગાવીને ગાયત્રી મંત્રનો જાપ કરો.
-શત્રુઓથી છુટકારો મેળવવા આ રીતે કરો ગાયત્રી મંત્રનો જાપ-
-મંગળવાર, અમાવસ્યા કે રવિવારે લાલ કપડાં પહેરો.
મા દુર્ગાનું ધ્યાન કરો.
ગાયત્રી મંત્રનો દિવસમાં 108 વાર જાપ કરવાતી મનોકામની પૂર્તિ થાય છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે, તેનાથી પરિવારમાં એકતા વધશે, મિત્રો સાથે પ્રેમ વધશે.
ગાયત્રી મંત્રના ચમત્કારો
- ગાયત્રી મંત્રનો જાપ રોગોથી મુક્તિ અપાવવા માટે અચૂક માનવામાં આવ્યો છે.
કોઈપણ શુભ મુહૂર્તમાં કાંસાના વાસણમાં પાણી ભરો.
આ પછી પીળા અથવા લાલ આસન પર બેસો.
ગાયત્રી મંત્રની સાથે હ્રી ક્લીંનું સંપુટ લગાવીને ગાયત્રી મંત્રનો જાપ કરો.
મંત્રનો જાપ કર્યા પછી વાસણમાં ભરેલ પાણીનું સેવન કરો.
તેનાથી રોગમાંથી છુટકારો મળશે. કોઇ પણ કામનાની પૂર્તિ માટે આ પ્રયોગ કરી શકાય છે.
ગાયત્રી મંત્રનો જાપ કરવાના નિયમો
-ગાયત્રી મંત્રનો જાપ ગુરુના માર્ગદર્શન હેઠળ કરવો જોઈએ.
-ગાયત્રી મંત્ર માટે સ્નાનની સાથે સાથે મન અને આચરણ પણ શુદ્ધ હોવું જોઈએ.
-સ્વચ્છ અને સુતરાઉ કપડાં પહેરો.
- કુશ કે સાદડીના આસન પર બેસીને જાપ કરો.
-રૂદ્રાક્ષ, તુલસી અથવા ચંદનની માળાનો ઉપયોગ કરો.
- બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી મંત્રનો જાપ કરો એટલે કે સવારે પૂર્વ તરફ મુખ કરીને અને સાંજે પશ્ચિમ તરફ મુખ કરીને.
-આ મંત્રનો માનસિક જાપ કોઈપણ સમયે કરી શકાય છે.
ગાયત્રી મંત્રનો જાપ કરનાર વ્યક્તિનું ખાવા-પીવાનું શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો