GSHSEB 12th Result 2023 Out For General Stream:  ગુજરાતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ બૉર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ અને વૉટ્સએપ નંબરથી વદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઇ શકે છે.


ધો. 12 સામાન્ય પ્રવાહ પરિણામની મોટી વાતો



  • ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર 

  • 477392 વિદ્યાર્થીઓ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે નોંધાયા હતા

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા પરિણામ જાહેર થયું છે

  • 311 શાળાઓનું 100 ટકા પરિણામ

  • રાજ્યની 44 શાળાઓનું 10 ટકા કરતા ઓછુ પરિણામ

  • 84.59 ટકા પરિણામ સાથે કચ્છ જિલ્લો નંબર વન

  • 54.67 ટકા પરિણામ સાથે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ

  • 1875 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

  • 21,038 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ

  • 52,291 વિદ્યાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ

  • 83,596 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ

  • 1,01, 797 વિદ્યાર્થીઓએ મેળવ્યો C1 ગ્રેડ

  • 77,043 વિદ્યાર્થીઓએ મેળવ્યો C2 ગ્રેડ

  • 12,020 વિદ્યાર્થીઓએ મેળવ્યો D ગ્રેડ

  • સૌથી વધુ પરિણામ   95.85 ટકા સાથે ધાગધ્રાનું છે

  • ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 13 ટકા ઓછું પરિણામ આવ્યું છે.

  • દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.

  • સૌથી વધુ પરિણામ  95.85 ટકા સાથે ધાગધ્રાનું છે

  • ગુજરાતી ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 34089 વિદ્યાર્થીઓ નાપાસ

  • ઇંગ્લિશ ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 2353 વિદ્યાર્થીઓ નાપાસ

  • હિન્દી સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 8473 વિદ્યાર્થીઓ નાપાસ

  • ઇંગ્લિશ સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 54239 વિદ્યાર્થીઓ નાપાસ

  • અર્થશાસ્ત્ર વિષયમાં 38945 વિદ્યાર્થીઓ નાપાસ થયા

  • વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં 22333 વિદ્યાર્થીઓ નાપાસ

  • સંસ્કૃત વિષયમાં 27739 વિદ્યાર્થીઓ નાપાસ

  • આંકડાશાસ્ત્ર વિષયમાં 27247 વિદ્યાર્થીઓ નાપાસ

  • તત્વજ્ઞાન વિષયમાં 29565 વિદ્યાર્થીઓ નાપાસ

  • સમાજશાસ્ત્ર વિષયમાં 19303 વિદ્યાર્થીઓ નાપાસ

  • મનોવિજ્ઞાન વિષયમાં 18324 વિદ્યાર્થીઓ નાપાસ

  • ભૂગોળ વિષયમાં 21687 વિદ્યાર્થીઓ નાપાસ

  • એલીમેન્ટ ઓફ એકાઉન્ટ વિષયમાં 28519 વિદ્યાર્થીઓ નાપાસ

  • કોમ્પ્યુટર T વિષયમાં 12549 વિદ્યાર્થીઓ નાપાસ


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીનું મોટું નિવેદન


ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પરિણામ ઓછું આવવા અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, કોરોનાની અસર પરિણામ પર જોવા મળી છે. કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ અને શાળાઓ બંધ રહેવાની અસર છે, માસ પ્રમોશનની અસર પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં જોવા મળી છે.


આ રીતે ચેક કરો પરિણામ



  • સ્ટેપ- 1: પરિણામ તપાસવા માટે વિદ્યાર્થીઓ પહેલા સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાવ.

  • સ્ટેપ-2 : તે પછી વિદ્યાર્થી હોમ પેજ પર GSEB પરિણામ લિંક પર ક્લિક કરો.

  • સ્ટેપ- 3: હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.

  • સ્ટેપ-4: આ પેજ પર વિદ્યાર્થીઓ તેમનો રોલ નંબર અને અન્ય વિગતો દાખલ કરો.

  • સ્ટેપ-5: હવે વિદ્યાર્થીનું 12માનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

  • સ્ટેપ-6: હવે વિદ્યાર્થીઓ આ પેજ ડાઉનલોડ કરો.

  • સ્ટેપ-7: અંતે વિદ્યાર્થીઓ આ પેજની પ્રિન્ટ આઉટ લઇ લો.


Education Loan Information:

Calculate Education Loan EMI