Horoscope Today 16 April 2022, Aaj Ka Rashifal, Daily Horoscope : પંચાગ અનુસાર આજે 16 એપ્રિલ, 2022 શનિવાર ચૈત્ર સુદ -15 એટલે કે હનુમાન જયંતિ છે. આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આજે ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે હસ્ત નક્ષત્ર છે.
જાણો આજે કેવો રહેશે તમારો દિવસ
મેષઃ કાર્ય સિદ્ધ કરવા સંઘર્ષ કરવો પડશે.નવા પ્રોજેક્ટરમાં બેદરકારી ન દાખવતાં. શારીરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી-ખાંસી, થાક લાગવાની સમસ્યા રહે.
વૃષભ: આજનો દિવસે સારા સંપર્ક બનાવવા ભવિષ્ય માટે લાભદાયી રહેશે. માન સન્માનને ઠેસ પહોંચી શકે છે. મોજ શોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ચિંતા કર્યા વગર પ્લાનિંગથી કામ કરજો.
મિથુન: આજના દિવસે વાણી પર સંયત રાખજો. જે કંઈ બોલો તે સમજી વિચારીને બોલજો અને અહંકારના ટકરાવથી બચજો. વાહન સુખમાં વૃદ્ધિ. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા, આવક વધતી જણાય.
કર્ક: આજના દિવસે તમે કરેલી મહેનત બેકાન નહીં જાય. પરિવારમાં સુખ, શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.
સિંહઃ આજના દિવસે લક્ષ્ય પર ધ્યાન આપજો. લક્ષ્ય પૂરું કરવાનો શ્રેષ્ઠ સમય છે. વિદેશમાં નોકરી કરતા લોકો માટે લાભનો યોગ બની રહ્યો છે. સામાજીક જીવનનું પણ મહત્વ હોય છે. મિત્રોની હાલ ચાલ પૂછજો.
કન્યાઃ આ રાશિના જાતકોએ નાની નાની વાતમાં મૂડ સ્વિંગ કરવાની જરૂર નથી. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવી નોકરી-ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ.
તુલા તમારા જ્ઞાનને અપડેટ કરવાનો સમય આવી ગયો છે. કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. ટેક્નોલોજીના દૂરુપયોગથી બચજો.
વૃશ્ચિક આ રાશિના જાતકો તેમની દિનચર્યા નિયમિત રાખે. સવારે વહેલા ઉઠીને ટહેલવા જાવ. મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધૂરા કાર્યો પૂરા થતા જણાંય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારું છે.
ધનઃ કાનૂની કાર્યવાહી જેવા માલામાં સમજી વિચારીને પગલા ભરવાની જરૂર છે. નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ,મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારું રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. વિદ્યાર્થી વર્ગને સવાલો પરેશાન કરી શકે છે.
મકરઃ આજે તમારો સંપર્ક જેટલો વ્યાપર હશે તેટલો લાભ મળશે. ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. ઘરે આવેલા મહેમાનો સાથે સમય પસાર કરો.
કુંભઃ બીજાની વાતોમાં ભોળવાઈ ન જતાં. આંતરિક ગુણધર્મો પારખવા જરૂરી છે. નકારાત્મક વિચારો રહે. માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે. મહિલાઓને હોર્મોન સંબંધી સમસ્યા સતાવી શકે છે.
મીનઃ આ રાશિના જાતકોએ ધીરજ સાથે સામેની વ્યક્તિની વાત સાંભળવી જોઈએ. જે સાંભળ્યા બાદ વિચાર રાખો. આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે.