નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાનુ ટેન્શન સતત વધી રહ્યું છે. દિલ્હીમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખતા રાજ્યની અરવિંદ કેજરીવાલ સરકારે સ્થિતિ સામે નિપટવા માટે કમર કસી લીધી છે. સરકારે રાજ્યની તમામ હૉસ્પીટલોને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે.
કેજરીવાલ સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, - દિલ્હી સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે, અને સરકાર કોઇ જોખમ લેવા નથી માંગતી, અમે અમારા સ્વાસ્થ્ય માળખાને એકદમ બરાબર કર્યુ છે.આની સાથે જ દિલ્હીમા કૉવિડ-19ના વધતા કેસોની વચ્ચે હૉસ્પીટલોને એલર્ટ રહેવાની સલાહ આપી દેવામા આવી છે.
મંત્રીએ કહ્યું કે, કોરોના વાયરસને ફેલાવવાથી રોકવા માટે દિલ્હી સરકાર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના કૉન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહી છે. વળી, જરૂર પડવા પર આરટી પીસીઆર ટેસ્ટિંગને પણ વધારી રહી છે. સરકાર ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ઇલાજના સિદ્ધાંત પર કામ કરી રહી છે. દિલ્હી સરકાર દ્વારા સરકારી હૉસ્પીટલોમાં લોકોને જલદી જુદીજુદી રસીના ડૉઝ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગના બૂલેટિન અનુસાર, શહેરમાં કૉવિડના કુલ 685 દર્દીઓ પોતાના ઘરોમાં આઇસૉલેશનમાં છે, આમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્હીની હૉસ્પીટલોમાં કૉવિડ દર્દીઓ માટે 9,735 બેડ છે અને તેમાંથી 51 (0.52 ટકા) હજુ પણ ભરેલા છે.
આ પણ વાંચો........
ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”
ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર
કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ
ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો