Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાનો અનોખો અને આગવો મહિમામાં છે, આ વખતે વૈશાખ મહિનો આગામી મહિનાથી એટલે કે 9 મેથી 6 જૂન 2024 સુધી ચાલશે. આ એક મહિનો શુભ મનોકામનાઓની પૂર્તિ માટે ખૂબ જ વિશેષ છે. આ વખતે અખાત્રીજનો તહેવાર 10મી મે, શુક્રવારે છે. અખાત્રીજ - અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મની પવિત્ર તિથિઓમાંની એક માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા - અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે, આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે શુભ સમયનું પાલન કરવાની જરૂર નથી. આ તારીખે ઇતિહાસમાં ઘણી મોટી ઘટનાઓ બની છે, અહીં અમે તમને આ ઘટનાઓ વિશે માહિતી આપી રહ્યાં છીએ... 


આ મોટી ઘટનાઓ અખાત્રીજ- અક્ષય તૃતીયાના દિવસે બની છે.... 
અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા અને ગંગાના અવતાર દ્વારા રાજા સાગરના 60 હજાર પુત્રો મુક્ત થયા હતા.
એવું માનવામાં આવે છે કે આ દિવસે મહાભારતનું યુદ્ધ પણ સમાપ્ત થયું હતું. મહાભારતનું ભીષણ યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું જેમાં લાખો યોદ્ધાઓએ જીવ ગુમાવ્યા.
અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામ, હયગ્રીવ અને નર-નારાયણ પૃથ્વી પર અવતર્યા હતા. આ ત્રણેય ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.
સત્યયુગ અને ત્રેતાયુગનો પણ આ દિવસથી પ્રારંભ થયો હતો. માન્યતાઓ અનુસાર દ્વાપર યુગનો પણ આ દિવસે અંત આવ્યો હતો.
મહાભારત ગ્રંથની રચના પણ અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી શરૂ થઈ હતી. ઋષિ વેદ વ્યાસ અને ભગવાન ગણેશએ મળીને આ પુસ્તકની રચના કરી હતી.
ધન પ્રાપ્તિ માટે કનકધારા સ્તોત્રનું પઠન પણ આ દિવસે આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુઓના પવિત્ર તીર્થસ્થળ બદ્રીનાથ ધામના દરવાજા પણ અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી ખુલે છે.
આ તમામ કાર્યક્રમો ઉપરાંત અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી જ ભગવાન જગન્નાથના રથ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ દિવસે સુદામા ભગવાન શ્રીકૃષ્ણને મળવા આવ્યા હતા.


અક્ષય તૃતીયા (અખાત્રીજ) નું મહત્વ
જ્યારે યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને અક્ષય તૃતીયા - અખાત્રીજ વિશે પૂછ્યું તો ભગવાન કૃષ્ણએ તેમને તેનું મહત્વ જણાવ્યું. શ્રી કૃષ્ણજીએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસે જે પણ સર્જનાત્મક અને સાંસારિક કાર્ય કરવામાં આવે છે, તે વ્યક્તિને શુભ ફળ મળે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં માનનારા લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે, તેની સાથે જ નવી વસ્તુઓની ખરીદીનું પણ આ તિથિનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખાસ કરીને સોનાની ખરીદી કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી. આ દિવસ તમારા આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જો તમે આ દિવસે ભગવાનનું ધ્યાન કરો છો તો તમને તેમના આશીર્વાદ મળે છે. આ દિવસે દાન કરવાથી તમે જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ મેળવી શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. એબીપી અસ્મિતા ન્યૂઝ આમાંથી કોઇપણ વસ્તુની સત્યતાનો પુરાવો આપતું નથી.)