Patan: કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં પાટણથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધી સભા સંબોધિત કરે તે અગાઉ ભાજપે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ સમર્થિત ક્ષત્રિય સમાજના લોકોએ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. ભાજપ કાર્યકરો અને ક્ષત્રિય આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. ટીબી ચાર રસ્તા સદરામ ચોકડી પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા લોકોની અટકાયત કરી હતી.
ભાજપ સમર્થિત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરાયો હતો. રાહુલ ગાંધીના નિવેદન બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના અગ્રણી વિનયસિંહ ઝાલા સહિત કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીનો કાફલો સભા સ્થળે પહોંચે તે પહેલા વિરોધ કરાયો હતો. રાજપૂત સમાજના લોકો દ્વારા રાહુલ ગાંધી હાય હાય ના લગાવ્યા સૂત્રોચાર લગાવ્યા હતા.
પાટણમાં કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ચૂંટણી સભામાં શક્તિસિંહ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ ‘જય બહુચર માતાજી,જય અંબાજી’ બોલીને કરી સંબોધનની શરૂઆત કરી હતી.
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં 90 ટકા લોકો GST ચૂકવે છે અને 22 લોકોના ખિસ્સામાં આ જીએસટી જાય છે. 24 કલાક કામ કરનાર ખેડૂતો પણ જીએસટી ચૂકવે છે. ખેડૂતોનું દેવુ માફ કેમ નથી કરવામાં આવતુ નથી. 22 લોકોની PM મોદી સાથે દોસ્તી છે. કૉંગ્રેસનું પ્રથમ કામ જાતિ જનગણના હશે. જાતિ જનગણના બાદ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં બે વિચારધારાની લડાઈ છે. ભાજપ-RSSના લોકો બંધારણને ખત્મ કરવા માંગે છે. કોંગ્રેસ-ગઠબંધન બંધારણની રક્ષા કરે છે. બંધારણ બદલવાનું ભાજપના નેતાઓ જાહેરમાં બોલે છે. બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે. 22-25 લોકો હિંદુસ્તાનના રૂપિયાને કંટ્રોલ કરે એ PMની ઈચ્છા છે. 22 લોકોની સંપતિ 70 કરોડ ભારતીયો જેટલી છે. યુપીએની સરકારમાં ખેડૂતો પરનું દેવું માફ કરાયું હતું. મોદી સરકાર ઉદ્યોગતિની સરકાર છે. ખેડૂતો, વેપારીઓનો ફાયદો ઉદ્યોગપતિઓ જોઇ શકતા નથી. ભાજપના નેતાઓ અનામત ખત્મ કરવા માંગે છે. દેશમાં ગરીબો, દલિતો, આદિવાસીઓ માટે અનામત છે. હિંદુસ્તાનમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે .હિંદુસ્તાનમાં સૌથી મોટો મુદ્દો ખેડૂતોની સ્થિતિ છે. અત્યારે યુવાઓ રોજગારી માટે ભટકે છે.