ધર્મ:મકરસંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવશે, ધાર્મિક ગ્રંથમાં આ દિવસનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. સંક્રાંતિના દિવસે બનાનાર શુભ યોગમાં દાન પૂણ્ય કરવાથી કેટલીક મુશ્કેલીથી મુક્તિ મેળવી શકાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય છે.


કુંભનું પહેલું પર્વ સ્નાન 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના અવસરે થશે. કુંભનું આયોજન આ વખતે હરિદ્રારમાં કરાશે. મકર સંક્રાંતિમાં પવિત્ર નદીમાં સ્નાનનું ખૂબ જ માહાત્મ્ય છે. કુંભ સ્નાન કરવાથી કાળસર્પ યોગ અને પિતૃદોષનો પ્રભાવ ઓછો કરી શકાય છે.

રાહુ કેતુના કારણે કુંડલીમાં કાળસર્પ અને પિતૃદોષ સર્જાય છે. આ દોષ ધરાવતી કુંડલીના જાતકને દરેક કાર્યમાં વિઘ્નો આવે છે અને કોઇ કાર્યમાં સરળતાથી સફળતા નથી મળતી. જોબ બિઝનેસમાં તનતોડ મહેનત બાદ પણ પરિણામ નથી મળતું. ધનની હંમેશા કમી રહે છે. રોગોથી ઘેરાયેલો રહે છે.

મકરસંક્રાંતિમાં બની રહ્યો છે વિશેષ યોગ

આ વર્ષે મકરસંક્રાંતિમાં બની રહ્યો છે વિશેષ યોગ. સંક્રાંતિમાં 5 ગ્રહી યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ દિવસે મકર રાશિમાં સૂર્યની સાથે શનિ, ગુરૂ, બુધ, અને ચંદ્રમા એક સાથે બિરાજમાન થશે. આ દિવસે બપોરે 13:48:57થી 15:07:41  રાહુ કાળ રહેશે. રાહુકાળમાં શુભ કાર્ય નથી કરી શકાતું.

સંક્રાંતિનો પુણ્યકાળ

મકરસંક્રાંતિના પુણ્ય કાળનું વિશેષ મહત્વ છે, કહેવાય છે કે, આ સમયે જો પૂજા, દાન કરવામાં આવે તો તેનું વિશેષ ફળ મળે છે અને તેનો સંપૂર્ણ લાભ મેળવી શકાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય સવારે 8:20  પર ધનુ રાશિથી મકરમાં પ્રવેશ કરશે. પંચાગ અનુસાર મકરસંક્રાતિનો પુણ્યકાળ સૂર્યાસ્ત સુધી રહેશે.