નવ દિવસ શું ન કરવું
- માંસ, મદિરા, સહિત લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઇએ.
- દુર્ગા ખુદ એક નારી સ્વરૂપ છે, તો મા દુર્ગાં એ ભક્તોથી પ્રસન્ન રહે છે. જે નારીનું સન્માન કરે છે.
- નવરાત્રિમાં ક્યારેય ક્રોઘ ન કરવો તેમજ કંકાશથી દૂર રહેવું. આવું કરવાથી ઘરમાં બરકત નથી રહેતી.
- નવ દિવય સૂર્યોદય પહેલા ઉઠીને માતાજીનું પૂજન અર્ચન અને સાધના માટે સમય કાઢવો.
- નવરાત્રિમાં નખ, વાળ ન કાપવા જોઇએ. દાઢી કરવાનો પણ નિષેધ છે.
- કાળા રંગના કપડાં અને ચામડાની વસ્તુઓ બેસ્ટ, બેગનો ઉપયોગ ન કરવો.
- ગુપ્ત નવરાત્રિમાં સિદ્ધિ માટે ગુપ્ત પૂજન અર્ચનનું વિશેષ મહત્વ છે.
- જે નવ દિવસ અનુષ્ઠાન કરે છે. તે સાધકે બેડ પર નહીં પરંતુ જમીન પર સૂવાનો નિયમ છે.
- ઘરના વડીલોનું સન્માન કરવું, ભિક્ષુકનું અપમાન ન કરવું.
ગુપ્ત નવરાત્રિનું મહત્વ
ભૌતિક કે આધ્યાત્મિક ક્ષેત્રે સિદ્ધિ મેળવવા માટે આ નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ સમયમાં સિદ્ધિ મેળવવા માટે ગુપ્ત સાધના થાય છે.
ગુપ્ત નવરાત્રી ઘટ સ્થાપના મુહૂર્ત
ગુપ્ત નવરાત્રી 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ દિવસે પંચાંગ મુજબ કલાશની સ્થાપનાનો સમય સવારે 08:34 થી સવારે 09:55 સુધી કરવામાં આવ્યો છે. આ દરમિયાન, તમે વહન સ્થાપિત કરી શકો છો. આ દિવસે, અભિજિત મુહૂર્તા બપોરે 13: 12 થી 58.32 સુધી છે. ગુપ્ત નવરાત્રી 21 ફેબ્રુઆરી, રવિવારે સમાપ્ત થશે.
આ વાતોનું રાખો ધ્યાન
ગુપ્ત નવરાત્રી પર વ્રત રાખનારી વ્યક્તિએ કડક શિસ્તનું પાલન કરવું જોઈએ. ખોટા કાર્યોથી દૂર રહીને સંપૂર્ણ ઉપાસના કરવી જોઈએ. કોઈનું અહિત ન થાય તે રીતે સારી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરવી જોઈએ.
આ દસ મહાવિધાનું થાય છે પૂજન
- મા કાલીકે
- તારા દેવી
- ત્રિપુરા સુંદરી
- ભુવનેશ્વરી
- માતા છિન્નમસ્તા
- ત્રિપુર ભૈરવી
- માતા બગલામુખી
- માતંગી
- મા ધૂમ્રવતી
- કમલા દેવી