Hanuman Sadhana:  કળિયુગમાં હનુમાનજીની મુખ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં ભગવાન હનુમાન એકમાત્ર દેવતા છે જે તેમના ભક્તની પ્રાર્થના ઝડપથી સાંભળે છે અને તેના દુખોને દૂર કરે છે. હનુમાનજીની ઉપાસના કરવી પણ સરળ છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ કળિયુગમાં ભગવાન હનુમાનની સાધના કરે છે તેને કોઈ પણ પ્રકારનો ડર નથી, તેના શત્રુઓનો નાશ થાય છે. ભક્તની બધી મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ ભગવાન હનુમાનની ઉપાસનાના કેટલાક નિયમો છે.

હનુમાનજીની ઉપસનાના કેટલાક નિયમો

  • હનુમાનજીની ઉપસના કરતાં વ્યક્તિએ સૌથી પહેલા શુદ્ધ અને પવિત્ર હોવું જરૂરી છે. આ ઉપરાંત હનુમાનજીની સાધના કરતાં સાધકે બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જરૂરી છે.

  • હનુમાનજીની સાધના કરતી વખતે વ્યક્તિએ તલના તેલમાં સિંદૂરનું મિશ્રણ કરી લેપ બનાવવો જોઈએ. કેસરયુક્ત લાલ ચંદન લગાવવું જોઈએ.

  • હનુમાનજીને ચઢાવવાનો પ્રસાદ શુદ્ધ ઘીમાં બનેલો હોવો જોઈએ.

  • હનુમાનજીને લાલ અને પીળા રંગના ફૂલ ચઢાવવા જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે સૂર્યમુખી, કમળના ફૂલથી પણ પ્રસન્ન થાય છે.

  • હનુમાનજીની સાધનામાં સામાન્ય રીતે બે પ્રકારની માળાનો ઉપયોગ થાય છે. જેમાં સાત્વિક કાર્યની સફળતા માટે રૂદ્રાક્ષની માળા અને તામસી કાર્યની સફળતા માટે ચણોઠીની માળાનો ઉપયોગ થાય છે.

  • હનુમાનજીની સાધનમાં ધ્યાનનું વિશેષ મહત્વ છે. હનુમાનજીનું ધ્યાન ધરતી વખતે સાધકના મનમાં આવો ભાવ હોવો જોઈએ-


उद्दंमार्तण्ड कोटि प्रकटरूचियुतं चारूवीरासनस्थं |

मौंजीयज्ञोपवीतारुण रुचिर शिखा शोभितं कुंडलांकम्

भक्तानामिष्टदं तं प्रणतमुनिजनं वेदनाद प्रमोदं |

ध्यायेद्नित्यं विधेयं प्लवगकुलपति गोष्पदी भूतवारिम ||