Shani Dev Puja: શનિદેવ હાલ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. તેનું આ વર્ષે કોઇ રાશિ પરિવર્તન નથી. શનિ ગ્રહ હાલ અસ્ત છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે કોઇ ગ્રહ અસ્ત હોય ત્યારે તેનો પ્રભાવ પણ ઘટે છે. શનિને તમામ ગ્રહોમાં ક્રૂર ગ્રહ માનવામાં આવ્યો છે. જેના પર તેની દ્રષ્ટિ પડે તેની પરેશાની વધતી હોવાની માન્યતા છે. કેટલાક મામલામાં શનિ શુભ ફળ પણ આપે છે.


આ રાશિ પર છે શનિની ઢૈયા

મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. ધન, મકર અને કુંભ રાશિને શનિને સાડાસાતી ચાલી રહી છે. તેથી આ રાશિના જાતકોએ શનિવારે શનિને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ ફૂલથી કરો પૂજા

શનિદેવને આકડાના ફૂલ ખૂબ પ્રિય છે. શનિવારે તેમને આ ફૂલ ચઢાવવાથી  પ્રસન્ન થાય છે. આ ફૂલથી ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે. શનિવારે અડદનું દાન કરવાથી શનિની અશુભતા દૂર કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત સરસવના તેલનું દાન કરવાથી શનિદેવ ખુશ થાય છે.

શનિનો મંત્ર

ॐ शं शनैश्चराय नम:
ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:

શનિની સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકો કરો આ મંત્રનો જાપ, થશે ફાયદો