इन्द्रनीलद्युतिः शूलीवरदोगृध्रवाहनः।
बाणबाणासनधरः कर्त्तव्यार्कसुतस्तथा।।
આ મંત્ર ધ્યાન અવસ્થામાં બોલવો જોઈએ. શનૈઃ શનૈઃ ધ્યાનમાં આગળ વધવાથી આ મંત્ર સ્વયં મૌન જાપની અવસ્થામાં આવી જાય છે. તેનાથી શનિના સકારાત્મક પ્રભાવોમાં ઝડપથી વૃદ્ધિ આવે છે. સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકોએ આ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ. તેનાથી બેચેની અને માનસિક પરેશાનીથી રાહત મળે છે.
જાપ દરમિયાન ઘેરા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. શનિને પ્રકૃતિ પસંદ હોવાથી વાતાવરણને સહજ પ્રકાશમાં રાખો. શનિવારે આ મંત્રનો જાપ વધારે ફળ આપે છે. ઋણ મુક્તિ, આકસ્મિક અવરોધોથી રાહત મળે છે. મકર સંક્રાતિથી મીન સંક્રાતિ વચ્ચે શનિ ગ્રહનો ઉપાય વિશેષ કારગર રહે છે. હાલ આ સમય 13 ફેબ્રુઆરી, શનિવાર, 2021 સુધી છે.