એવું માનવામાં આવે છેક મંદિરમાં મળેલા આ ફૂલ કે હારના ખોટા ઉપયોગથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. મંદિરથી મળેલા ફૂલ કે ઘરને લાવ્યા બાદ જ્યારે તે સુકાઈ જાય ત્યારે કપડામાં બાંધીને ઘરની તિજારીમાં મુકી દેવા જોઈએ. આમ કરવાથી ફૂલ કે હારની પોઝિટિવ એનર્જી ઘરમાં રહે છે.
ક્યારેક એવું બને છે કે અન્ય રાજ્યમાં કે શહેરમાં મંદિર કે તીર્થ સ્થાન પર ગયા હોઇએ ત્યારે મંદિરના પુજારી ભગવાનને ચઢાવામા આવેલી માળા કે ફૂલ ઉઠાવીને આપણને આપે છે. મંદિરના પૂજારી દ્વારા આપવામાં આવેલી આ માળા કે ફૂલને લઈ આપણે પરેશાન થઈ જઈએ છીએ. કારણકે ઘરે પહોંચવા સુધીમાં આ ખરાબ થઈ જાય છે. આ સ્થિતિમાં મંદિરમાંથી મળેલા ફૂલને હથેળી પર રાખીને સૂંઘી લેવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ફૂલની પોઝિટિવ એનર્જી આપણા શરીરમાં આવે છે. જે બાદ ફૂલ કે હાર ન સંભાળી શકીએ તેમ હો તો વહેતા પાણીમાં પધરાવી દેવા જોઈએ.