અયોધ્યાઃ રામ મંદિરના ભૂમિ પૂજનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂમિ પૂજન કરશે. અહીં એવી માન્યતા છે કે અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરતા પહેલા તેમના પ્રિય ભક્ત હનુમાનજીના દર્શન અને તેમની આજ્ઞા લેવી જરૂરી છે. હનુમાનજીની આજ્ઞા વગર પૂજા માટે રામના દર્શન અને પૂજનનો લાભ નથી મળતો.

અયોધ્યામાં આવતીકાલે રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવશે. પીએમ મોદી આ કાર્યક્રમમાં સામેલ થવા બુધવારે અયોધ્યા જઈ રહ્યા છે. પીએમ મોદી ભૂમિ પૂજન કરતા પહેલા અયોધ્યાના રાજા હનુમાનજીના દર્શન કરશે તેમની આજ્ઞા લેશે,

આ મંદિર એક ટેકરી પર આવેલું છે. શ્રદ્ધાળુએ દર્શન માટે આશરે 76 સીડી ચડવી પડે છે. મંદિરની દિવાલો પર હનુમાન ચાલીસાની ચોપાઈઓ લખેલી છે. હનુમાનગઢી મંદિરમાં બાલ હનુમાનજીની પ્રતિમા છે. આ પ્રતિમા 6 ઈંચની છે. હનુમાનજીની સાથે તેમના માતા અંજની પણ છે. જે મંદિર પરિસરમાં માતા અંજનીના ખોળામાં છે.

ધાર્મિક માન્યતા પ્રમાણે, પ્રભુ શ્રીરામે હનુમાનગઢીમાં રાજાના રૂપમાં બિરાજમાન હનુમાનજીનું રાજતિલક કર્યુ હતું. ભગવાન રામે હનુમાનજીની સેલા અને ભક્તિથી પ્રસન્ન થઈને કહ્યું હતું કે, જે પણ ભક્ત અયોધ્યામાં મારા દર્શન માટે આવશે તેમણે સૌથી પહેલા હનુમાનના દર્શન, પૂજા અને મંજૂરી લેવી પડશે.

ભગવાન રામ લંકા વિજય બાદ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યાર બાદ હનુમાનજીએ અહીં રહેવાનું શરૂ કર્યું હતું. આ કારણે તેનું નામ હનુમાનગઢ કે હનુમાન કોટ પડ્યું. અહીંયાથી હનુમાનજી રામકોટની રક્ષા કરતા હતા.

દેશના કયા રાજ્યમાં 3થી વધારે લોકોના એકઠા થવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ, રાત્રિ કર્ફ્યુ પણ લગાવાયો

ભારતમાં કોરોનાથી કેટલા ટકા પુરુષોના થયા મોત ? 50 ટકાથી વધુ મૃતકો કેટલી ઉંમરના છે, જાણો વિગતે