સ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, ભારતમાં અત્યાર સુધીમાં 12 લાખથી વધારે દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જૂનના બીજા સપ્તાહમાં મૃત્યુદર 3.36 ટકા હતો, જે જુલાઈના બીજા સપ્તાહમાં ઘટીને 2.69 ટકા થયો છે. કોરોના વાયરસના કુલ મામલમામાં 68 ટકા પુરુષો અને 32 ટકા મહિલાઓના મોત થયા છે. 50 ટકા મૃત્યુ 60 કે તેથી વધારે ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીના થયા છે. 37 ટકા મૃત્યુ 60 વર્ષના દર્દીના થયા છે.
ભારતનો પોઝિટિવિટી રેટ 8.89 ટકા છે, જે ગત સપ્તાહે 11 ટકા હતો. 10 ટકાથી ઓછા પોઝિટિવિટી રેટવાળા રાજ્યોમાં પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક છે. દેશમાં હાલ 5,86,298 એક્ટિવ કેસ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 52,050 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 803 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18,55,746 પર પહોંચી છે અને 38,938 લોકોના મોત થયા છે.
Corona Vaccine: ભારતમાં કેટલી રસી ક્લિનિક્લ ટ્રાયલના વિવિધ તબક્કામાં છે ? ICMR એ શું કહ્યું, જાણો વિગત
IPL 2020ના સૌથી મોટા સમાચાર, મુખ્ય સ્પોન્સર વીવોને લઈ શું લેવામાં આવ્યો નિર્ણય, જાણો વિગતે
રામ મંદિર ભૂમિ પૂજનઃ આ દિગ્ગજ હસ્તીઓ નહીં થાય કાર્યક્રમમાં સામેલ, જાણો વિગત