પ્રદોષ વ્રતનું મહત્વ
પ્રદોષ વ્રત રાખવાથી અને શિવ પરિવારની પૂજા કરવાથી જીવનમાં આવતા સંકટ દૂર થાય છે અને દેરેક પ્રકારની મનોકામના પણ પૂરી થાય છે. તેથી પોષ મહિનામાં પ્રદોષ વ્રતનું ખૂબ મહત્વ છે.
દાંપત્ય જીવનમાં આવતી પરેશાની થાય છે દૂર
પ્રદોષ વ્રત પર કરવામાં આવતી પૂજાથી દાંપત્ય જીવન સાથે સંકળાયેલા સમસ્યા દૂર થાય છે. દાંપત્ય જીવનમાં તણાવ, કલેશ જેવી સમસ્યા આ વ્રતથી દૂર થતી હોવાનું કહેવાય છે.
મંગળ ગ્રહની અશુભતા કરે છે દૂર
ભૌમ પ્રદોષ વ્રત મંગળ ગ્રહની અશુભતાને દૂર કરવામાં સહાયક છે., જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ અશુભ હોય કે તેના કારણે કોઈ પરેશાની હોય તો આ દિવસે શિવજીની પૂજા કરવાથી અશુભતાનો પ્રભાવ ઘટાડી શકાય છે.
ભૌમ પ્રદોષ વ્રત પૂજા શુભ મુહુર્ત
9 ફેબ્રુઆરી, 2021 સાંજે 6.03 મિનિટથી રાત્રે 8.40 મિનિટ સુધી
રાશિફળ 9 ફેબ્રુઆરીઃ આ 6 રાશિના જાતકોએ રહેવું પડશે સંભાળીને, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ