આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ તેરસની તિથિ છે. આજે પ્રદોષ વ્રત છે. આ વ્રત ભગવાન શિવને સમર્પિત છે. ચંદ્ર આજે ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે
મેષ (અ.લ.ઇ.) : આજના દિવસે પરિશ્રમ સાથે કામ કરજો. નોકરીમાં બદલાવ થઈ શકે છે. મનની વાત કરવામાં ઉતાવળા ન બનતાં, વર્તમાન સમયમાં સંબંધ ખરાબ થઈ શકે છે.
વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે તમારા ભવિષ્યમાં મહત્વની ભૂમિકા ભજવનારા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. પરિવાર સાથે ક્યાંય બહાર જતા હો તો સાવચેત રહેજો.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે કોઈ આર્થિક મદદ કરવી પડી શકે છે. ઓફિસ્માં સારું પ્રદર્શન જોતાં ઉચ્ચાધિકારી અને બોસ તમારી પ્રશંસા કરી શકે છે.
કર્ક (ડ.હ.) આજના દિવસે સામાજિક ગતિવિધાં હિસ્સો લેવાનો મોકો મળી શકે છે. પિતાની સલાહ લાભકારક રહેશે. બહેનોને ભેટ આપો.
સિંહ (મ.ટ.) આજનો દિવસ પ્રસન્નતાથી ભરપૂર રહેશે. તમારા બગડેલા કામ પણ બનતાં નજરે પડી રહ્યા છે. નોકરીયાત વર્ગે બોસ સાથે સુમેળભર્યા સંબંધ રાખવા. આજને ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે માનસિક સ્થિતિ ડામાડોળ રહેશે. ખુદને એકલા ન સમજતાં, એકલતાપણું નકારાત્મક વિચાર આવી શકે છે. ઘર અને સામાજિક કામમાં હિસ્સો લેજો.
તુલા (ર.ત.) આજના દિવસે અન્ય સાથે જરા પણ કટુતા વિવાદને આમંત્રણ આપી શકે છે. પરિવાર સાથે સમય વ્યતીત કરજો.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે ગ્રહોની જોતાં ખુદને ઓવર સ્માર્ટ ન સમજતાં. નોકરી છોડીને વેપાર કરવાનું વિચારતાં હો તો થોભી જાવ. જમાન કે પ્લોટનું વિચારતાં હો તો નિર્ણય લેવો સાર્થક ગણાશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે અનેક સકારાત્મ વિચાર આવશે. સ્વાસ્થ્ય ઠીક ન હોય તો આરામ કરો. કાર્યસ્થળ પર મહિલા સહકર્મીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે.
મકર (ખ.જ.) આજના દિવસે દસ્તાવેજી કામમાં કોઇ પ્રકારની ઢીલાશ ન દાખવતાં. નહીંતર ભવિષ્યમાં પરેશાની થઈ શકે છે. માનસિક તણાવના કારણે દર્દ થઈ શકે છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે ગુરુની કૃપાથી કોઈને કોઈ રસ્તો જરૂર શોધો. સંધ્યા સમયે સુંદરકાંડનો પાઠ કરો. પરિવારના કોઈ સભ્ય સાથે તણાવ થઈ શકે છે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે કુદરતના સાનિધ્યમાં રહેવું તમારા માટે જરૂરી છે. તમારા ધાર્યા પ્રમાણે કામ ન થાય તો ક્રોધિત ન થતાં. ઓફિસમાં સહકર્મીઓ સાથે તાલમેલ બનાવી રાખજો.
રાશિફળ 9 ફેબ્રુઆરીઃ આ 6 રાશિના જાતકોએ રહેવું પડશે સંભાળીને, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Feb 2021 07:36 AM (IST)
Today Horoscope: પંચાગ અનુસાર આજે પોષ વદ તેરસની તિથિ છે. આજે પ્રદોષ વ્રત છે. આ વ્રત ભગવાન શિવને સમર્પિત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -