શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવ્યા છે. શનિદેવ 7 જાન્યુઆરી 2021ના રોજ અસ્ત થયા હતા અને 9 ફેબ્રુઆરીએ ઉદય થઈ ચુક્યો છે. શનિનો ઉદય તમામ રાશિને પ્રભાવિત કરશે. પરંતુ કેટલીક રાશિ પર વિશેષ પ્રભાવ પડશે.


મેષ  (અ.લ.ઇ.)    મેષ રાશિના લોકો અટકેલા કાર્યને પૂર્ણ કરશે અને નવા કાર્યો સફળ થશે. મિત્રો અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને સારા પરિણામ પ્રાપ્ત થશે.

કર્ક  (ડ.હ.) આ રાશિના જાતકોના જ્ઞાનમાં વધારો થશે અને નવા રસ્તા ખુલશે. માન સન્માનમાં વધારો થશે અને દાંપત્ય જીવન સુખી બનશે.

કન્યા  (પ.ઠ.ણ.)  આ રાશિના જાતકોમાં સફળતા મળવાનો યોગ છે. બીમારીમાં રાહત મળવાની સાથે આવકમાં વધારો થઈ શકે છે. જે ક્ષેત્રમાં કામ કરો છો તેમાં પ્રગતિ થઈ શકે છે.

વૃશ્ચિક (ન.ય.) આ રાશિના જાતકોની અનેક પ્રકારની બાધાઓ સમાપ્ત થશે. વેપારમાં ફાયદાથી સંપત્તિમાં વધારો થશે.

 મકર  (ખ.જ.)  આ રાશિના જાતકોને નવા અવસરોની સાથે સફળતા મળશે. આવકમાં વધારો થશે. નવા કાર્યોમાં સફળતાનો યોગ છે.

કુંભ  (ગ.શ.ષ.સ.) આ રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારના બદલાવ આવી શકે છે. જૂની પરેશાનથી છૂટકારો મળશે. કાર્યોના સારા પરિણામ પ્રાપ્ત થશે.

શનિદેવ કાયમ અશુભ ફળ આપતાં નથી. શુભ સ્થિતિમાં હોવા પર શનિ વ્યક્તિને અત્યંત શુભ ફળ આપે છે. શનિ વ્યક્તિને ઉચ્ચ પદ અને માન સન્માન પણ આપે છે.  જે લોકો નિયમ અને અનુશાસન સાથે કઠોર પરિશ્રમ કરે છે તેમને શનિ શુભ ફળ આપે છે. પરિશ્રમ કરનારાથી શનિદેવ પ્રસન્ન રહે છે.

Vastu Tips: જો તમે ઘરમાં આ જગ્યાએ લગાવો છો પૂર્વજોનો ફોટો તો થઈ જાવ સાવધાન, નહીંતર.....

જાપાનમાં કોરોના રસીના લાખો ડોઝ બરબાદ જશે, જાણો કઈ વસ્તુ ન મળતા થશે નુકસાન