Navratri 2022: નવલી નવરાત્રીને હવે ગણતરીમા દિવસો બાકી છે ત્યારે શક્તિ આરાધનાને લઈને માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, આ  દરમિયાન બનાસકાંઠામાં આવેલા માં અંબાજીના મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. તમને જણાવી દઈએ કે નવરાત્રીના દિવસો દરમિયાન માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે. તેથી માઈ ભક્તોની સગવડાતાને ધ્યાનમાં રાખીને મંદિર તંત્રએ મોટો નિર્ણય લીધો છે.



  • આસો સુદ એકમથી સવારે 7.30 થી 8 અને સાંજે 6.30 થી 7 વાગ્યે થશે આરતી

  • સવારે 8 થી 11.30 બપોરે 12.30 થી 4.15 સાંજે 7 થી 9 વાગ્યા સુધી થશે દર્શન

  • માતાજીને બપોરે 12 વાગ્યે રાજભોગ ધરાવાશે

  • આસો સુદ એકમને સવારે 9 થી 10.30  સુધી ઘટ સ્થાપન વિધિ થશે

  • આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે

  • આસો સુદ આઠમને સવારે 11.46 વાગ્યે ઉત્થાપન વિધિ થશે

  • આસો સુદ દશમ ને સાંજે 5 વાગ્યે વિજયા દશમી પૂજન થશે

  • આસો સુદ પૂનમ ને સવારે 6 વાગ્યે થશે આરતી


કેમ મનાવવામાં આવે છે શારદીય નવરાત્રી


Navratri 2022: નવરાત્રી મુખ્યત્વે વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજી આસો માસમાં. પંચાંગ અનુસાર શારદીય નવરાત્રિ દર વર્ષે આસો સુદ એકમની તિથિથી શરૂ થાય છે અને દશમા તિથિના દિવસે દેવી દુર્ગાની મૂર્તિના વિસર્જન સાથે સમાપ્ત થાય છે. આ વખતે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 5 ઓક્ટોબર 2022ના રોજ સમાપ્ત થશે.


શારદીય નવરાત્રી  શા માટે ઉજવવામાં આવે છે?


હિંદુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ કથાઓ અનુસાર, શક્તિના પ્રમુખ દેવતા દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો અને આસુરી શક્તિઓનો નાશ કર્યો. જ્યારે દેવી દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કર્યું ત્યારે તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેને મારી નાખ્યો. તે સમય આસો માસનો હતો. તેથી, આસો મહિનાના આ નવ દિવસો શક્તિની ઉપાસના માટે સમર્પિત હતા. પંચાંગ અનુસાર, શરદ ઋતુ પણ આસો મહિનામાં શરૂ થાય છે, તેથી તેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. શારદીય નવરાત્રીનો 10મો દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે.


જાણો નવરાત્રીની ઉજવણીનો ઈતિહાસ









Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચોઃ


Navratri Puja 2022: આ વર્ષે દેવી હાથી પર સવાર થઈને આવશે, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત


Navratri 2022 Puja: નવરાત્રીમાં 9 રંગોનું છે વિશેષ મહત્વ, જાણો માતાજીને કયા નોરતે કયો રંગ છે પસંદ