Ahmedabad Jagannath Rathyatra 2022: અમદાવાદમાં નીકળનારી 145મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ભગવાનનની નગરચર્યાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. કોરોનાકાળના 2 વર્ષ બાદ હવે જ્યારે ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળવાની છે ત્યારે ભગવાનના વાઘા કેવા હશે તે જાણવા ભક્તો આતુર છે.
આ વખતે ભગવાનના વાઘા રેશમ વર્ક,પેચવર્કથી સુશોભિત કરવામાં આવ્યા છે. પ્રાચીન કાળમાં જે રીતે ભગવાન રાજાશાહી ઠાઠ સાથે રહેતા એવો જ ઠાઠ આ વખતે રથયાત્રામાં જોવા મળશે. કારણકે આ વર્ષે પહેલી વખત એવું બનશે જ્યારે ભગવાન બખ્તર ધારણ કરશે. એ પણ મોતી અને કસક દોરીથી બનાવેલું. ગયા વર્ષે ભગવાને ગુજરાતી ભાતીગળ બાંધણીના વસ્ત્રો ધારણ કર્યા હતા પણ આ વર્ષે ભગવાન ખાદીના સોનેરી વસ્ત્રો ધારણ કરશે.
જગન્નાથ મંદિરમાં મગ સફાઈનું કામ પૂરજોશમાં
બે વર્ષ બાદ કોરોના બાદ ભગવાન જગન્નાથ જયારે રંગે ચંગે નગર ચર્યા એ નિકળી રહ્યા છે ત્યારે રથયાત્રાને લઈ પુર જોર શોરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક ભક્તોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરના પ્રાંગણમાં બહેનો દ્વારા પ્રસાદ રૂપે આપવામાં આવતા મગની સફાઈ કરવામા આવી રહી છે.