Amarnath Yatra 2024: દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા અમરનાથ આવે છે. આ વર્ષે બાબા બર્ફાનીની અમરનાથ યાત્રા 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી 52 દિવસ ચાલશે. ભક્તોની પ્રથમ ટુકડી 27 જૂને રાજસ્થાનના સીકરથી રવાના થશે. 18મી અમરનાથ યાત્રામાં ભાગ લેનારા ભક્તો બાલાઘાટ અને પહેલગામ રૂટ પરથી જશે અને 1 જુલાઈએ બાબા બર્ફાનીના દર્શન કરી શકશે.


આ વખતે સીકર (રાજસ્થાન)થી લગભગ 850 શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે. ભક્તો હજુ રજિસ્ટ્રેશન કરી રહ્યાં છે જેથી સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. સીકરના અમરનાથ યાત્રા સંઘના સભ્ય અશોક કુમાર સૈનીએ જણાવ્યું છે કે યાત્રા માટે તાત્કાલિક નોંધણી પણ કરાવી શકાય છે. આ માટે બે દિવસ અગાઉ ટૉકન લેવાનું રહેશે.


આ દિવસથી શરૂ થઇ ચૂક્યુ છે રજિસ્ટ્રેશન 
અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. શ્રી અમરનાથ યાત્રા માટે જમ્મુ અને કાશ્મીરની 20 બેંક શાખાઓમાં ઑફલાઇન નોંધણીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે જે 30 ઓગસ્ટ સુધી ચાલશે.


જાણો શું છે રજિસ્ટ્રેશનનો નિયમ  
રજિસ્ટ્રેશનના નિયમો અંગે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે કહ્યું, '13 વર્ષથી 70 વર્ષની વચ્ચેના લોકો આ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ઑનલાઇન નોંધણી માટે ભક્તો https://jksasb.nic.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. વધુ માહિતી માટે તમે ટોલ ફ્રી નંબર 18001807198/18001807199 પર સંપર્ક કરી શકો છો.


આ ડૉક્યૂમેન્ટની છે જરૂર 
5 પાસપોર્ટ સાઇઝ ફોટો 
આધાર કાર્ડ અથવા મતદાર આઈડી કાર્ડ
શ્રાઈન બોર્ડ દ્વારા અધિકૃત ડૉક્ટર દ્વારા બનાવવામાં આવેલુ તબીબી પ્રમાણપત્ર.


આ દર્દીઓ મુસાફરી પર જઈ શકતા નથી
બ્લડ પ્રેશર
ડાયાબિટીસ
હાઇપરટેન્શન
સાંધાનો દુઃખાવો
અસ્થમા; શ્વાસની બિમારી
મરકીના હુમલા


જાણો કઇ રીતે થશે રજિસ્ટ્રેશન 
ભક્તો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તમે શ્રી અમરનાથજી એપ ડાઉનલોડ કરીને પણ નોંધણી કરાવી શકો છો. જો કે, એક મોબાઈલથી માત્ર 5 લોકો જ રજીસ્ટ્રેશન કરાવી શકશે. ભક્તો વેબસાઇટ https://jksasb.nic.in/ListofAuthorizedDoctorsInstitutions2023.html પર જઈને પણ નોંધણી કરાવી શકે છે.