જ્યોતિષશાસ્ત્ર મુજબ જે રાશિમાં સાડાસાતી ચાલતી હોય છે. તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ શનિની મહાદશામાં પણ શનિ શુભ ફળ નથી આપતા.જો કે જન્મકુંડલીમાં જો શનિ શુભ સ્થાન પર બિરાજમાન હોય તો શનિ શુભ ફળ પ્રદાન કરે છે.
શનિને ન્યાયના દેવતા કહેવાય છે. શનિદેવ જાતકને તેમના કર્મ મુજબ ફળ આપે છે. શુભ કાર્યોનું શુભ ફળ મળે છે જ્યારે ખરાબ કર્મનું અશુભ ફળ મળે છે. જેથી શનિની કૃપા મેળવવા માટે સત્કર્મ તરફ વળવું પહેલી શરત છે.
શનિદેવ ક્યારે નારાજ થાય છે?
જો શનિદેવના પ્રકોપથી બચવું હોય તો ક્યારેય ગરીબ, વૃદ્ધ, દિવ્યાંગ, મજબુર વ્યક્તિને અપમાનિત ન કરવી જોઇએ. આવી વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરવાથી શનિદેવ નારાજ થાય છે. આવા કુકર્મ કરનારે શનિની સાડાસાતી સમયે વધુ કષ્ટોનો સામનો કરવો પડે છે.
શનિવારે અવશ્ય કરો આ કાર્ય
શનિવારે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિવારે જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપવાથી શનિદેવના કૃપા પાત્ર બની શકાય છે.શનિવારે ભૂખ્યાને ભોજન કરાવવું અને જરૂરિયાતમંદોની શક્ય તેટલી મદદ કરવાથી સાડાસાતીમાં પણ તેના દુષ્પ્રભાવથી બચી શકાય છે. શનિવારે શનિ અથવા કષ્ટભંજનના મંદિર સેવા પૂજા કરવાથી અને તેલ ચઢાવવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.