Ayodhya Shri Ram Yantra:અયોધ્યાથી છે હિન્દુ નવવર્ષ અને ચૈત્ર નવરાત્રિના પાવન અવસર પર 19 માર્ચના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંદિરના શિખર તલ પર સુવર્ણ નિર્મિત ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના કર્યું.
અયોધ્યામાં રામ મંદિરના બીજા માળે 19 માર્ચ 2026ના રોજ 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંદિરમાં સંપૂર્ણ વિધિ-વિધાન સાથે 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના કરી. આ દરમિયાન પુજારીઓએ મંત્રોચ્ચાર કર્યા અને રાષ્ટ્રપતિએ પૂજન સામગ્રી ભગવાનને અર્પણ કરી. આ સમયે સમગ્ર મંદિર પ્રાંગણ શુભ મંત્રોથી ગુંજી ઉઠ્યું હતું. આ નજારો જોવામાં ખૂબ જ અદભૂત હતો. જણાવી દઈએ કે રામ મંદિરના નિર્માણ કાર્યને આજથી જ સંપન્ન માનવામાં આવશે.
નવરાત્રિના પહેલા દિવસે થઈ 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના'શ્રી રામ યંત્ર'ની સ્થાપના માટે ખૂબ જ ખાસ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. હિન્દુ નવવર્ષ અને ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે રામ મંદિરમાં 'શ્રી રામ યંત્ર' સ્થાપિત કરવામાં આવ્યું છે. સવારે 11 કલાક અને 55 મિનિટે અભિજીત મુહૂર્તમાં રાષ્ટ્રપતિએ આ દિવ્ય યંત્રનું વિધિવત પૂજન કર્યું. તમને જણાવી દઈએ કે છેલ્લા આઠ દિવસથી અયોધ્યામાં ‘શ્રી સીતારામ રામ જાનકી યજ્ઞ' આયોજિત કરવામાં આવી રહ્યો હતો, ત્યારબાદ હવે યંત્રની સ્થાપના કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કરી 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના પૂજાસીએમ યોગીએ પોતે યંત્ર સ્થાપનાની આ પૂજાનો વીડિયો શેર કર્યો છે, જેમાં રાષ્ટ્રપતિ મુર્મુ હાથમાં એક પાત્ર લીધેલા દેખાઈ રહ્યા છે. તેમાં દૂબ ઘાસ (ધરો) સહિત અન્ય પૂજન સામગ્રી રાખવામાં આવી છે. બીજી તરફ મંદિરના પુજારીઓ સતત મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિએ પૂજાના પાત્રને પોતાના કપાળે લગાવ્યું હતું. ત્યારબાદ આ પાત્રને પુજારીએ ઈશ્વરના ચરણોમાં અર્પણ કરી દીધું. સોનેરી રંગનું દેખાતું રામ યંત્ર જોવામાં ખૂબ જ દિવ્ય અને અદભૂત છે. રામ મંદિરના આ દિવ્ય અને ખાસ પ્રસંગે સીએમ યોગી સહિત અન્ય મહાનુભાવો ત્યાં હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ મુર્મુએ યંત્ર સ્થાપના બાદ ભગવાન રામના દર્શન પણ કર્યા હતા.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
