Dhirendra Shastri : બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીનું માનવું છે કે તેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું ચાલુ રાખશે અને આ અંગે ઘણી વખત ખુલ્લેઆમ વાત કરી છે. તેમના લગ્નને લઈને થોડા દિવસોથી ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તેણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પણ આ વિશે વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે તે થોડા દિવસોમાં લગ્ન કરશે. મીડિયા સાથે વાત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, 'મારા લગ્નની ચર્ચા ચાલ્યા કરે છે અને ખૂબ લાંબા સમયથી ચાલી રહી છે. એમા કંઈ નથી... ભારતમાં ચાની ચર્ચા થઈ શકે છે તો પછી આપણા લગ્નની ચર્ચા કેમ ન થાય. આ કોઈ મોટી વાત નથી. ખૂબ જ ઓછા સમયમાં લગ્ન થશે, સારા પરિવારમાં થશે અને ભગવાન જાણે કેવી પત્ની મળશે.'


ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી હિન્દુ રાષ્ટ્રના મુદ્દે બોલ્યા


ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, 'આખું વિશ્વ હિન્દુ છે. જો કે, અમે કોઈને ધમકી કે દબાણ કર્યું નથી. અમે ફક્ત એટલું જ કહ્યું કે બધા હિંદુ છે, હવે જે કોઈ માને છે તે બાગેશ્વર બાલા જી અને તમામ સંતોના સમર્થનમાં છે. જેઓ માનતા નથી તેઓ વિરોધમાં છે. જેઓ વિરોધમાં છે તેમને આપણે ન તો સમજાવવાના છે કે ન તો ધમકાવવાના છે.


ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે અમે અહિંસક છીએ, અમારે રાજનીતિ નથી કરવી, ન તો અમારે નેતા બનવુ છે. તેમણે કહ્યું કે ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને મૂળભૂત અધિકારો મળ્યા છે અને તે અંતર્ગત અમે અમારી વાત રાખીએ છીએ અને હિંદુઓને એક કરી રહ્યા છીએ.



ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઈસ્લામિક ધર્મગુરુઓ વિશે કહ્યું હતું કે જે લોકોમાં સત્ય સાંભળવાની હિંમત છે તે અમારો સાથ આપી રહ્યા છે અને જે અમને સાથ નથી આપતા તે તેમનો ડર છે અને તેમનો ડર અકબંધ રહેશે. ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના લક્ષ્ય વિશે પણ વાત કરી હતી. શાસ્ત્રીએ કહ્યું કે તેઓ કોઈ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાનું જીવન જીવતા નથી. તેણે કહ્યું, 'અમારા કોઈ સપના નથી. કોઈ કથાકાર બનવાનું સપનુ પણ  નથી. અમારુ સપનુ સનાતન છે. 


ધર્માંતરણ મુદ્દે ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું ?


ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ખૂબ જ વિકરાળ પરિસ્થિતિઓ  છે, નિર્દોષ લોકોને લાલચ બતાવીને ધર્મ બદલવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું, '...જોકે, ઘર વાપસી પર હું કહેવા માંગુ છું કે બધા હિંદુ છે અને બધા સનાતની છે. જો કોઈ જાતે આવવા માંગે તો અમે ના પાડી શકીએ નહી. 


બીજી તરફ જે લોકો પોતાને હિંદુ બોલવાની ના પાડી રહ્યા છે તેના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જો કોઈ પુત્ર પિતાને પોતાની વાત કહેવા માંગતો નથી તો તેમાં પિતાનો શું વાંક છે, તે પુત્રનો વાંક છે. એમાં સનાતનનો દોષ નથી, તેમની ભૂલ છે જેઓ ભૂલી ગયા છે.