Bhai Dooj 2024: દિવાળીનો તહેવાર મુખ્યત્વે પાંચ તહેવારોનો સમૂહ છે જેમાં ધન ત્રયોદશી એટલે કે ધનતેરસ, નરક ચતુર્દશી એટલે કે દિવાળી,  ગોવર્ધન પૂજા અને અંતે ભાઈ બીજ એટલે કે આ પાંચ તહેવારો મળીને દિવાળીનો તહેવાર બને છે. કાર્તિક શુક્લ દ્વિતિયા તિથિના રોજ ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. કાર્તિક શુક્લ દ્વિતિયા તિથિનો સંબંધ યમરાજ અને દ્વિતિયા તિથિ સાથે છે. તેથી જ તેને યમ દ્વિતિયા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભાઈ-બહેનનો સંબંધ મજબૂત બને છે.


1. આયુષ્ય માટે ઉપાય


તમારા ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી વખતે યમરાજના નામનો દીવો પ્રગટાવો અને તેને ઘરના મુખ્ય દ્વારની ઉંબરે રાખો. આમ કરવાથી ભાઈના જીવનમાંથી તમામ પ્રકારના અવરોધો દૂર થઈ જશે.


2. સુખી રહેવા માટે ઉપાય


જ્યારે તમે તમારા ભાઈને તિલક કરો છો, ત્યારે આ સમયે 'ગંગા પૂજે યમુનાને, યામી પૂજે યમરાજને, સુભદ્રા પૂજે કૃષ્ણને, ગંગા યમુના નદી વહે મારા ભાઈનું આયુષ્ય વધે' આ વચન બોલો. આમ કરવાથી ભાઈઓનું આયુષ્ય લાંબુ થશે અને જીવનમાં ખુશીઓ આવશે.


3. આર્થિક સંકટમાંથી રાહત માટે ઉપાય


જો તમારા ભાઈના જીવનમાં આર્થિક સંકટ વધી ગયું હોય તો ભાઈ બીજના દિવસે પાંચ ગોમતી ચક્ર પર કેસર અને ચંદનથી શ્રી હ્રી શ્રી લખો. આ પછી, તેને તિજોરી, કબાટ અથવા અન્ય એવી જગ્યાએ રાખો જ્યાં પૈસા રાખવામાં આવે છે.


4. સુખ-સમૃદ્ધિનો ઉપાય


જો કોઈ વ્યક્તિ ભાઈ બીજના દિવસે યમુનામાં સ્નાન કરે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ભાઈ-બહેનો આ દિવસે યમુનામાં સ્નાન કરે છે તો તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.


આ રીતે પૂજા કરો


સવારે સ્નાન કર્યા પછી બહેનોએ તેમના મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ અથવા ગણેશની પૂજા કરવી જોઈએ. આ દિવસે ભાઈના હાથ પર સિંદૂર અને ચોખાનો લેપ લગાવ્યા બાદ તેના પર પાનના પાંચ પત્તા,  સોપારી  અને એક ચાંદીનો સિક્કો મૂકો. ત્યારપછી બહેનો પોતાના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને પછી ભાઈના દીર્ઘાયુ માટે મંત્રનો પાઠ કરે. પછી મીઠાઈથી ભાઈનું મોં મીઠુ કરાવો અને અંતમાં તેમની આરતી ઉતારો. આ દિવસે, ઘણા ભાઈઓ તેમની બહેનોના ઘરે જાય છે અને ભોજન લે છે અને તેમને કેટલીક ભેટ પણ આપે છે.   


Dev Diwali 2024: દેવ દિવાળી ક્યારે, આ દિવસે આ ઉપાયો કરવાથી દુર થશે ધનની સમસ્યા


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.