Dharma News: ગુજરાતમા આગામી 6 અને 7 સપ્ટેમ્બરે બે મોટા તહેવારોની ઉજવણી થવા જઇ રહી છે, આ બન્ને તહેવારો સાતમ અને આઠમના છે. ગુજરાતમાં બન્ને તહેવારોનું આગવું મહત્વ છે, અને તેનો ઇતિહાસ પણ ખાસ છે, જાણો અહીં....
પ્રાચીનકાળથી ભારતમાં શીતળા સાતમનું અનેરૂ મહત્વ રહેલું છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ધર્મવિદ ચેતન પટેલે જણાવ્યું કે શીતળા સાતમના રોજ માતા શીતળાની પૂજા કરાય છે અને સાથે બળીયાદેવનું પણ પૂજન કરાય છે માન્યતા અનુસાર આ દેવી-દેવતાના પૂજનથી બાળકોના આરોગ્યની સુખાકારી રહે છે વર્ષ પર્યંત શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે
જન્માષ્ટમીનો તહેવાર સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવાય છે આ વર્ષે જન્માષ્ટમી કૃષ્ણ જન્મ મહોત્સવ ૭ સપ્ટેમ્બર ગુરુવારના રોજ ઉજવાશે
આ વર્ષે ૬ સપ્ટેમ્બર બુધવારના રોજ શીતળા સાતમ ઉજવાશે કેમકે સૂર્યોદય સમયે સાતમ તિથિ છે અને જે બપોરે ૩ વાગે અને ૩૭ મિનિટ સુધી રહેવાની છે, માટે આ દિવસે શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવશે આ દિવસે ખાસ કરીને શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે, આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે માતા શીતળા ચુલે આળોટવા માટે આવે છે. તેથી બહેનો રસોઈ આગલા દિવસે બનાવી તે જ દિવસે ચુલાને શીતળ અને ઠંડો કરી નાખે છે, ગૃહિણીઓમાં એવું માનવામાં આવે છે કે જો ચૂલો આ દિવસે ગરમ હોય તો શીતળા માતાના રાજ થાય છે તેને કારણે કુટુંબમાં ક્લેશ ઉભો થાય છે બાળકોની તબિયત પણ બગડી શકે છે એવી પણ એક માન્યતા છે, ઘણી બહેનો આ દિવસે માતા શીતળા માતા ને દૂધ, ગોળ, દહીં, શેરડીનો રસ અને ચોખા વગેરેનો ભોગ ધરાવે છે, આ દિવસે બળિયા દેવનું પણ પૂજન કરવાનો મહિમા છે કહેવાય છે કે બળિયા દેવને ઠંડી વસ્તુઓ કુલેર વગેરે પ્રસાદ ધરાવી બાળકોની તંદુરસ્તી માટે પ્રથાના કરાય છે.
આ વર્ષે જન્માષ્ટમી, ગોકુળઅષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મ મહોત્સવ તારીખ ૭ સપ્ટેમ્બર ગુરૂવારના રોજ ઉજવવામાં આવશે, વૈદિક કેલેન્ડર મુજબ, કૃષ્ણ જન્માષ્ટમીના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ૬ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩:૨૭ PM થી શરૂ થશે અને ૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪:૧૪ કલાકે સમાપ્ત થશે શાસ્ત્ર અનુસાર સૂર્યોદય વ્યાપીની તિથિ જોઈએ તો 7 સપ્ટેમ્બરના રોજ સૂર્યોદય સમયે આઠમ તિથિ જ છે, જેના કારણે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ૭ સપ્ટેમ્બર ૨૦૨૩, ગુરુવારના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે, કેમકે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ રાતે ૧૨ વાગે થયેલ થયેલો હતો માટે આજ દિવસે જન્માષ્ટમી ઉજવાશે અને નોમના પારણાં તારીખ ૮ સપ્ટેમ્બર શુક્રવારના રોજ કરવામાં આવશે ગુજરાત સહિત દેશભરમાં કૃષ્ણ જન્મ મહોત્સવ બાદ હિંડોળાના દર્શન આ દિવસે થશે.
જાણીતા ધર્મવિદ ચેતન પટેલ