Diwali 2021: દિવાળીના પર્વમાં લક્ષ્મી પૂજનનું મહત્વ છે. આ માટે મહાલક્ષ્મીના મહામંત્ર 'ऊं श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद् श्रीं ह्रीं श्रीं ऊं महालक्ष्मयै नम:' મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ, માન્યતા છે કે આમ કરવાથી જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી. શ્રીયંત્ર, શ્રીમહાલક્ષ્મી, લક્ષ્મી યંત્રમાં બેઠેલા લક્ષ્મીજીના ચિત્રની પૂજા કરવાથી લાભ થાય છે.
દરિદ્રતા નાશ માટે કોઈપણ પ્રયોગ સફળ ન થઈ રહ્યો હોય ત્યારે માતા દુર્ગાના યંત્ર, પ્રતિમા. ચિત્ર સામે આ મંત્રનો જાપ કરો. 'ऐं श्रीं ऐं यं रं लं वं दुर्ग तारिण्यै देन्य नाशिन्ये स्वाहा।।' આ ઉપરાંત નીચે દર્શાવેલા જાપની નિત્ય એક માળા કરો. બે મહિના બાદ પ્રભાવ જોવા મળશે.
'ॐ श्रीं श्रियै नम:।'
'ॐ कमलवासिन्यै श्रीं श्रियै नम:।'
'ॐ श्री ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्री ह्रीं श्रीं महालक्ष्म्यै नम:।'
'ॐ श्रीं ह्रीं श्रीं ह्रीं नम:।'
'ॐ श्रीं नम:।'
વ્યાપાર વૃદ્ધિ માટે નીચેનો મંત્રનો જાપ કરો.
'ॐ ह्रीं ऐं व्यापार वृद्धिं ॐ नम:।'
જેમના કાર્યોમાં વિધ્ન આવતાં હોય તે ગણપતિ સામે આ મંત્રનો જાપ કરો
'ॐ गं गणपतये नम:।' 'ॐ ऐं ह्रीं श्रीं सरस्वत्यै नम:।।'
જેમને મકાન બનાવવામાં મુશ્કેલી આવતી હોય તે આ મંત્રનો જાપ કરો
'ॐ ह्रीं वसुधा लक्ष्म्यै नम:।।'
મા લક્ષ્મીને આ પ્રસાદનો લગાવો ભોગ
દિવાળીમાં મા લક્ષ્મીની પૂજા દરમિયાન તેમને પ્રસન્ન કરવા માટે તેને ભોગ અર્પણ કરવામાં આવે છે. માને દિવાળી પર લક્ષ્મી પૂજા દરમિયાન દાડમ, શ્રીફળ, શિંગોળા અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ સિવાય સીતાફળ, કેસરભાત,હલવો, ચોખા, ખીર, પણ લક્ષ્મીજીને અર્પિત કરાય છે, કારણ કે એ પણ તેને પ્રિય છે. આ તમામમાંથી કોઇ પણ એક વસ્તુનો ભોગ લગાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.માન્યતા છે કે, મા લક્ષ્મીની સંપૂર્ણ વિધિ વિધાન સાથે અને ભાવથી જો પૂજા કરવામાં આવે તો આર્થિક પરેશાની નથી આવતી.
લક્ષ્મી પૂજાનું શુભ મૂહૂર્ત
- સાંજે 6 વાગ્યાને 9 મિનિટથી રાત્રે 8 વાગ્યાને 20 મિનિટ સુધી
- અવધિ – 1 કલાકને 55 મિનિટ
- પ્રદોષ કાળ-17:34:09થી 20:10:27 સુધી
- વૃષભ કાળ- 18:10:29થી 20:06:20 સુધી
દિવાળી શુભ ચોઘડિયા મુહૂર્ત
- સવારનું મૂર્હૂત: 06:34:53 વાગ્યાથી07:57:17 વાગ્યા સુધી
- સવારનું મૂહૂર્ત: 10:42:06 વાગ્યાથી બપોરે 14:49:20 સુધી
- સાંજનું મૂહૂર્ત:સાંજે 16:11:45 વાગ્યાથી રાત્રે 20:49:31 વાગ્યા સુધી
- રાત્રિનું મૂહૂર્ત: રાત્રે 24:04:53 વાગ્યાથી રાત્રે 01:42:34 વાગ્યા સુધી