Govardhan Puja 2021: દિવાળીના બીજા દિવસે હિન્દુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું મહત્વ છે. આ વખતે ગોવર્ધન પૂજા 5 નવેમ્બર, શુક્રવારના દિવસે થશે. એટલું જ નહીં આ દિવસને અન્નકૂટ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજાનું મહત્વ છે. આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગ લગાવવામાં આવે છે. આ ઉપરાંત અનેક પરંપરા પણ આ તહેવાર સાથે જોડાયેલી છે. પૌરાણિક કથા મુજબ ગોવર્ધન પૂજા ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. શ્રીકૃષ્ણએ ઈંદ્રદેવના પ્રકોપથી ગોકુલવાસીઓને બચાવવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો હતો. તેનાથી તમામ ગોકુલવાસીઓની રક્ષા થઈ અને ઈન્દ્રનો ઘમંડ તૂટ્યો હતો. ત્યારથી આ દિવસને ગોવર્ધન પૂજા તરીકે મનાવવાની પરંપરા ચાલી આવે છે.


ગોવર્ધન પૂજા મુહૂર્ત


ગોવર્ધન પૂજાનું શુભ મુહૂર્ત સવારે 7.59થી લઈ 10.47 સુધી રહેશે.


ગોવર્ધન પૂજા વિધિ



  • સવારે વહેલા ઉઠીને શરીર પર તેલનું માલિશ કર્યા બાદ સ્નાન કરવું જોઈએ. જે બાદ ઘરના મુખ્ય દરવાજે છાણાથી પ્રતીકાત્મકત ગોવર્ધન પર્વત બનાવો અને તેની વચ્ચે કે નજીકમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો.

  • જે બાદ ગોવર્ધન પર્વત અને ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારના પકવાન અને મીઠાઈનો ભોગ લગાવો.

  • આ ઉપરાંત આ દિવસે દેવરાજ ઈંદ્ર, વરુણ, અગ્નિ અને રાજા બલિની પણ પૂજા કરો. જે બાદ કથા સાંભલો અને આસપાસના લોકોને સંભળાવો. પ્રસાદ તરીકે દહી-ખાંડનું મિશ્રણ વહેંચો.

  • પૂજા અને ભોગ બાદ કોઈ બ્રાહ્મણને ભોજન કરાવીને દાન-દક્ષિણા આપી પ્રસન્ન કરો. એટલું જ નહીં આ દિવસે ગૌધનની પૂજાનું પણ માહાત્મ્ય છે.


આ કારણે કરવામાં આવે છે ગોવર્ધન પૂજા


એક વખત ગામ લોકોને ઈંદ્ર દેવની પૂજા કરતા જોઈને ભગવાન શ્રીકૃષ્ણએ તેનું કારણ પૂછ્યું. ત્યારે ગામ લોકોએ બતાવ્યું કે, ઈંદ્ર દેવ વરસાદ વરસાવે છે, જેનાથી અન્ન પેદા થાય છે અને અમારું ભરણ પોષણ થાય છે. ગામ લોકોને આમ કરતાં જોઈ શ્રીકૃષ્ણએ કહ્યું, ઈંદ્ર દેવથી વધારે શક્તિશાળી આપણો ગોવર્ધન પર્વત છે. તેના કારણે વરસાદ થાય છે અને આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. શ્રીકૃષ્ણની વાત સાંભળી ગ્રામજનો ગોવર્ધનની પૂજા કરવા લાગ્યા. ગામ લોકોની પર્વત પૂજા જોઈને ઈંદ્ર દેવ કોપાયમાન થયા અને મૂશળધાર વરસાદ વરસાવ્યો. ઈંદ્રના પ્રકોપથી ડરીને લોકો શ્રીકૃષ્ણના શરણમાં આવ્યા. તે સમયે શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી પર ઉંચકીને સાત દિવસ સુધી ધારણ કરીને ગોકુલવાસીઓની રક્ષા કરી. શ્રીકૃષ્ણની લીલા જોઈને ઈંદ્રદેવ પણ આશ્ચર્ય ચકિત રહી ગયા. જે બાદ આવીને તેમણે શ્રીકૃષ્ણની ક્ષમા માંગી, તે સમયથી આ તહેવાર દર વર્ષે દિવાળીના પછીના દિવસે મનાવવામાં આવે છે.


શ્રીકૃષ્ણએ આપી આ ઘટનાથી સીખ


ઘટનાના માધ્યમથી શ્રીકૃષ્ણએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર વધારવામાં બે પક્ષોનો હાથ હોય છે. એક કર્તવ્યનું પાલન કરવા માટે અનુચિત લાભની માંગ કરે છે, જ્યારે બીજા આવી કોઈ માંગ પર વિચાર અને વિરોધને લાભ પહોંચાડવાનું કામ કરે છે. ઈંદ્ર દેવ મેઘના રાજા છે, પરંતુ વર્ષા કરવી તેમનું કર્તવ્ય છે. વરસાદ માટે તેમની પૂજા કરવી કે યજ્ઞ કરવો ઉચિત નથી. શ્રીકૃષ્ણ અનુસાર અયોગ્ય માંગનો વિરોધ કરવો જરૂરી છે.