Diwali 2021: સૂરણનું શાક તો ઘરમાં ભાગ્યે જ બનતું હોય છે પરંતુ દિવાળીના ખાસ અવસર પર ઘરમાં આ શાક બનાવવું શુભ માનવામાં આવે છે. ઘણા ઘરના વડીલો ડીશમાં મીઠાઈ વચ્ચે સૂરણને મુકતા આવ્યા છે. ઉત્તરપ્રદેશના તમામ વિસ્તારોમાં દિવાળી પર સૂરણનું શાક બનાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે.


સૂરણના શાકનો દિવાળી સાથે શું સંબંધ છે


હિન્દુ ધર્મમાં દિવાળી પર સૂરણનું શાક બનાવવા અને ખાવાની પરંપરા કાશી એટલેકે બનારસથી શરૂ થઈ છે. આ દિવાળીના દિવસે સમગ્ર પરિવાર માટે સૂરણનું શાક બનાવવામાં આવે છે. તે બટાકાની જેમ જમીનમાં નીચે ઉગે છે અને તેના મૂળ ખોદીને કાઢવામાં આવે છે. કહેવાય છે કે તેને જમીનમાંથી નીકાળ્યા બાદ પણ તેના મૂળ માટીમાં રહી જાય છે અને આગામી દિવાળી સુધી ફરીથી સુરણ તૈયાર થઈ જાય છે. તેની આ વિશેષતા દિવાળી પર્વની ઉન્નતિ અને ખુશહાલી સાથે જોડે છે. જેના કારણે દિવાળીના દિવસે ઘરમાં સૂરણનું શાક બનાવવું શુભ માનવામાં આવે છે.


સૂરણ સમારવું, શાક બનાવવું અને ખાવું ત્રણેય મુશ્કેલ


સૂરણનું દેખાવે ગોળાકાર હોય છે. તેથી તેને સમારવું અને શાક બનાવવું સહેલું નથી હોતું. તેને સમારતી વખતે ખંજવાળ પણ આવે છે. તે બટાકા કે બીજા શાકની જેમ જલદી ચડતું નથી. તેને ખાવાથી ગળામાં ખારાશ પણ થવા લાગે છે. તેને સમારવા માટે વિશેષ સમય લાગે છે. તેથી હાથ પર તેલ લગાવીને સમારવું જોઈએ અને ખારાશ ઓછી કરવા લીંબુનો રસ નાંખવામાં આવે છે.


સ્વાસ્થ્ય વર્ધક છે સૂરણ


સૂરણનો પાક દિવાળી આસપાસ તૈયાર થાય છે. તેમાં અનેક એન્ટી ઓક્સિડેંટ હોય છે. બીટા કેરોટીન હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉપરાંત અનેક વિટામિ તથા ખનીજ તત્વો હોય છે. તેમાં કેલરી, ફેટ, પ્રોટીન, પોટેશિયમ, ફાઈબર પૂરતી માત્રામાં હોય છે. સૂરણ કેન્સરની સારવાર માટે પણ ઘણું કારગર છે.