Diwali 2023, Dhanteras Shubh Muhurat: દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યાં છે, આમ તો પુષ્ય નક્ષત્રથી દિવાળીના પવિત્ર દિવસો શરૂ થઇ ગયા છે, આમાં સૌથી પહેલો તહેવાર ધનતેરસનો છે, અને આ દિવસે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લોકો પોતાના ઘરમાં અને ઓફિસમાં ગણેશજી અને ધનલક્ષ્મી માતાજીની પૂજા કરે છે, સાથે કુબેરને પણ રિઝવવાનો પ્રયાસ થાય છે.
હિન્દુ પંચાંગ અનુસાર નવેમ્બર મહિનાની શરૂઆત કારતક કૃષ્ણ પક્ષ(હિન્દી માસ)ની ચતુર્થીની તિથિથી શરુ થશે. આ દિવસે સંકષ્ટિ ચતુર્થી અને કરવા ચોથ ઉજવવામાં આવશે. જાણો અહીં ધનતેરસના શુભ મુહૂર્ત વિશે....
10 નવેમ્બરે ધન તેરસ, ધન્વંતરિ જયંતિ પણ ઉજવાય છે
આ દિવસે દેવતાઓના વૈદ્ય કહેવાતા ભગવાન ધન્વંતરિની પૂજા કરવાનું વિધાન છે. એની સાથે જ ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મીની પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે.
ધનતેરસના શુભ મુહૂર્ત
લક્ષ્મી પૂજા-કુબેરપૂજા- ધન્વંતરિ પૂજા તેમજ ચોપડા લાવવા
(૧) આસો વદ-૧૩ શુક્રવાર તા.૧૦-૧૧-૨૦૨૩
સમય : સવારમાં ૧૨-૨૪ થી ૧૩-૪૬ ( શુભ)
સાજે ૧૬-૩૩ થી ૧૭-૫૬ ( ચલ)
રાત્રે ૨૧-૧૦ થી ૨૨-૪૭ ( લાભ)
અને ૨૪-૨૪ થી ૨૭-૩૮ ( શુભ અમૃત) સુધી માં ધનપૂજા કરવી
ધનતેરસ પર ઘરે લાવો આ પાંચ ચીજવસ્તુઓ
સનાતન ધર્મમાં કારતક મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. ઉપરાંત, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈ બીજ, છઠ પૂજા જેવા મુખ્ય તહેવારો કારતક મહિનામાં ઉજવવામાં આવે છે. ધનતેરસ કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે ધનતેરસની તિથિએ ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સાધકને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આ સિવાય ઘરમાંથી ગરીબી દૂર થાય છે. ધનતેરસના દિવસે ખરીદી કરવાનો પણ જ્યોતિષશાસ્ત્રમાં ઉલ્લેખ છે. જો તમે પણ સુખ-સમૃદ્ધિ મેળવવા માંગો છો તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓ ઘરે લાવો. આ વસ્તુઓને ઘરે લાવવાથી સુખ અને સૌભાગ્યમાં અપાર વૃદ્ધિ થાય છે.
દેવી લક્ષ્મીની પ્રતિમા
જો તમે ધનની દેવી લક્ષ્મીજીની કૃપા મેળવવા માંગતા હોવ તો ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની મૂર્તિ ઘરમાં લાવો. તમે ચાંદીથી બનેલી લક્ષ્મી-ગણેશની મૂર્તિ ઘરે લાવી શકો છો. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
કળશ
કુબેર યંત્ર
જો તમે આર્થિક તંગી દૂર કરવા માંગો છો તો ધનતેરસની તિથિએ કુબેર યંત્ર ઘરમાં લાવો. આ પછી વિધિ પ્રમાણે તેમને પૂજા સ્થાન પર સ્થાપિત કરો અને તેમની પૂજા કરો. આમ કરવાથી આવક અને સૌભાગ્ય વધે છે.
ચરણ પાદુકા
ધનતેરસની તિથિએ ધનની દેવી માતા લક્ષ્મીની ચરણ પાદુકા ઘરમાં લાવો. પ્રદોષ કાળમાં, યોગ્ય પૂજા કરો અને ચરણ પાદુકા સ્થાપિત કરો. તમે મુખ્ય પ્રવેશદ્વાર પર ચરણ પાદુકા પણ મૂકી શકો છો.
ચાંદી અથવા સોનાના સિક્કા
ધનતેરસના દિવસે ચાંદી અને સોનાના સિક્કા ઘરમાં લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટે ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવામાં આવે છે. જો તમે પણ ભગવાન ધન્વંતરિના આશીર્વાદ મેળવવા માંગો છો તો ધનતેરસની તિથિએ તમારી આર્થિક સ્થિતિ અનુસાર સોના કે ચાંદીના સિક્કા ઘરમાં લાવો. એક વાતનું ધ્યાન રાખો કે સિક્કા પર ધનની દેવી લક્ષ્મીનું ચિત્ર અવશ્ય અંકિત હોવું જોઈએ.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.