Jyotish: હિંદુ ધર્મમાં ઘણા વૃક્ષોનું આદરણીય સ્થાન છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તુલસી, પીપળા, વડ, શમી વગેરેના વૃક્ષોમાં દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. એ જ રીતે પીપળાના વૃક્ષ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પણ જ્યોતિષમાં જણાવવામાં આવી છે. આને લગતા કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિની ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. પીપળાના ઝાડમાં તમામ દેવી-દેવતાઓનો વાસ છે. અને કેટલાક ઉપાય કરવાથી બધા દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ પીપળાના ઝાડ સાથે જોડાયેલા કેટલાક ઉપાયો વિશે.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર અથવા શનિવારે પીપળાના ઝાડમાંથી એક પાન તોડીને ગંગાના જળથી ધોઈ લો. પછી તેના પર હળદર અને દહીં વડે અનામિક આંગળીની મદદથી “हीं” લખો. આ પછી તેને દીવો બતાવો અને તે પાન પર્સમાં રાખો. દર શનિવારે આ રીતનું પુનરાવર્તન કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જૂના પાંદડાને પવિત્ર સ્થાન પર છોડી દો.


પીપળાના 11 પાનથી આ ઉપાય કરો


પીપળાના 11 પાન લો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે પાન ક્યાંયથી તૂટી ન જાય. હવે આ પાંદડા પર કુમકુમ, અષ્ટગંધ અથવા ચંદન મિક્સ કરીને શ્રી રામનું નામ લખો. નામ લખતી વખતે હનુમાન ચાલીસાનો અવશ્ય પાઠ કરો. આ પછી આ પાંદડાની માળા બનાવીને હનુમાન મંદિરમાં હનુમાનજીને અર્પણ કરો. આમ કરવાથી તમારા દરેક કાર્ય પૂર્ણ થવા લાગશે.


પીપળાનું વૃક્ષ વાવો


એવું માનવામાં આવે છે કે પીપળાનું વૃક્ષ વાવવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. પીપળાના ઝાડને નિયમિત પાણી પાવ. જેમ જેમ પીપળાનું ઝાડ વધશે  તેમ તેમ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે


પીપળાના પાનથી શિવલિંગની પૂજા કરો


શાસ્ત્રોમાં પીપળાના ઝાડ નીચે શિવલિંગની સ્થાપનાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. જે પણ આ ઝાડ નીચે શિવલિંગની નિયમિત પૂજા કરે છે, તેના જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.