જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શાસ્ત્ર પ્રમાણે શનિ અમાવસ્યા પર  ઉપાય કરવાથી શનિ પીડા નિવારણ થાય છે.  આ 29 માર્ચ શનિવારના રોજ શનિ અમાવસ્યા  છે અને યોગાનું યોગ આજ દિવસે શનિ મહારાજ રાશિ બદલે છે.  29 માર્ચ થી 30 મહિના સુધી એટલે કે અઢી વર્ષ સુધી  એક રાશિમાં ભ્રમણ કરશે આ કારણે પાંચ રાશિને પનોતી બેસે છે.  શનિ રાજામાંથી રંક અને રંક માંથી રાજા પણ બનાવે છે. શનિ પનોતી જેઓને પણ અશુભ બનતી હોય કે જેમને શનિને કારણે  પીડા કષ્ટ અને માર સહન કરવાનું આવે છે,જેમાં મુખ્યત્વે બીમારી, દેણુ,  કર્જ , નુકશાન   ભાઈભાંડુ વચ્ચે ઘર્ષણ વેપારધંધા નોકરીમાં રુકાવટ કે નુકસાન બાપદાદાની જમીન જાગીર પ્રોપર્ટીમાં કોર્ટ કચેરી કે બંધનો આવે.   અચાનક સોદા રોકાઈ જાય કે ટુટી જાય, શારીરિક રીતે  વાયુને લગતા રોગો જેવા કે પ્રેશર, ડાયાબિટીસ,  હાર્ટ પ્રોબ્લેમ, જોઈન્ટ પ્રોબ્લેમ, વા અન્ય માનસિક રોગો જેવી બાબતો પણ સંભવી શકે છે. આ  માટે જેમની કુંડળી અનુસાર શનિ અશુભ બનતો હોય કે શત્રુ ક્ષેત્રી હોય તેમને પનોતી દરમિયાન વધુ તકલીફ કે પીડા કષ્ટ આપે છે.  

શનિ પનોતી જેમને બેઠી છે તે  જેમકે  સિંહ અને ધન રાશિને અઢી વર્ષની નાની  પનોતી  તેમજ મેષ કુંભ અને મીન રાશિને સાડાસાતી પનોતી બેઠી છે તેમને ખાસ ઉપાય કરવા જોઈએ. 

શનિ પીડા કષ્ટ નિવારણ હેતુ આ દિવસે  શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ  પીડામાંથી મુક્તિ અને રાહત મેળવી શકાય છે.   સૌથી પ્રથમ આ દિવસે  ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય છે. 

નીચેના માંથી કોઈ પણ એક સંકલ્પ કરી ઉપાય કરવો 

સંધ્યા સમયે કે રાત્રે સુતા પહેલા ત્રણ હનુમાન ચાલીસા કરવા

નિલાંજનમ્ સમાભાસમ રવિ પુત્ર યમાગ્રજમ છાયા માર્તન્ડ સંભૂતમ્ તમ નમામિ શનૈશ્વરમ! (આ મંત્ર ની 1 3 કે 7 માળા કરવી) 

ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ  શનિ અમાવસ્યા એ સંકલ્પ કરી  આ નિમિત્તે દરરોજ સાજે કે રાત્રે સૂતા પહેલા 1 ,3, કે 7 માળા કરવી  (પીડા નિવારણની પ્રાર્થના સાથે કોઈપણ મંત્ ની  માળા કરવી)

શનિ યંત્ર પ્રતિષ્ઠા કરી ઉપાસના કરવી

હનુમાનજી અને શનિદેવને તેલ સિંદુર કે અડદ  કે કાળા તલ અર્પણ કરવા

શનિ અમાવસ્યા એ. યથાશક્તિ ગરીબને દાન કરવું

પોતાના જૂના વસ્ત્રો કે કાળા કપડાનું  ગરીબોને દાન કરવું

ગરીબોને કાળા કામળા તેમજ લોખંડના વાસણોનું દાન કરવું

કાળા અડદ કાળા તલ કે તલના તેલનું દાન કરવું

ગરીબોને  ભોજન કે અનાજનું યથાશક્તિ દાન કરવું

ગરીબ જરૂરિયાત વાળા લોકો  કંઈ પણ રીતે યથાશક્તિ મદદરૂપ થવું 

કાગડાઓને ભોજન કરાવવું.

ઉપરોક્ત ઉપાય કરવાથી અચૂક નિવારણ થાય છે અને શનિ મહારાજ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.  

(જ્યોતિષી ચેતન પટેલ)