ધર્મ: માતા લક્ષ્મી ધન વૈભવ અને યશની દેવી છે. જેના પર માતા લક્ષ્મીની કૃપા હોય છે. તેમાના જીવનમાં ભૌતિક સંપદાની કોઇ કમી નથી હોતી. લક્ષ્મીની કૃપાથી સમાજમાં માન, સન્માન અને પદ પ્રતિષ્ઠા મળે છે. સાથે ધનધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે. 


જો આપના જીવનમાં ધનનો અભાવ રહેતો હોય. તો આજે અમે આપને એવો ઉપાય જણાવી રહ્યાં છીએ, જેનાથી લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થશે, હિન્દુ ધર્મમાં પૂજા માટે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમયને શુભ માનવામાં આવે છે.  જો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૂર્યાસ્તનો સમય શ્રેષ્ઠ છે. લક્ષ્મીની કૃપા અને ધન વૈભવની પ્રાપ્તિ માટે સંધ્યા કાળે આ ઉપાય કરો અવશ્ય મા લક્ષ્મીના આશિષ મળશે. 
 લક્ષ્મીની કૃપા સંધ્યા સમયે તુલસીના છોડ પાસે  ગાયના ઘીનો દીપક કરો, તુલસીની પરિક્રમા કરો. પરિક્રમા બાદ લક્ષ્મીજીને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જો આપ આ વિધિ નિયમિત શ્રદ્ધાપૂર્વક કરશો તો મા લક્ષ્મી પ્રસન્ન થશે અને સુખ, સમૃદ્ધિ અને યશ, પદ પ્રતિષ્ઠાના આશિષ આપશે. 


તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીને પવિત્ર અને પૂજનિય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પણ તુલસી ખૂબ પ્રિય છે. હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં નિયમિત તુલસીના છોડની પૂજા થાય છે અને અર્ઘ્ય આપવામાં આવે છે. તે ઘરમાં સદૈવ લક્ષ્મીની કૃપા રહે છે.