Kaal Bhairav Puja: શનિને જ્યોતિષ શાસ્ત્રમાં ક્રૂર ગ્રહ માનવમાં આવે છે. શનિને શ્રાપ મળ્યો છે કે, જેના પર પણ તે તેમની દષ્ટી નાખશે. તેનું અહિત શરૂ થઇ જશે. આ કારણે જ શનિદેવ તેમની દષ્ટીને સદૈવ નીચે રાખે છે. શનિદેવ શનિવારની પૂજાથી પ્રસન્ન થાય છે. શનિવાર શનિદેવને સમર્પિત છે. જો કે રવિવારે કાળ ભૈરવની પૂજા કરીને પણ શનિગ્રહને શાંત કરી શકાય છે.


કાળભૈરવની પૂજા


ભગવાન કાળભૈરવની પૂજાથી પણ શનિદેવ શાંત થાય છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે શનિનુ અવકૃપા શરૂ થઇ જાય તો કાળભૈરવની પૂજાથી શનિને શાંત કરી શકાય છે. કાળભૈરવની પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે. કાળભૈરવને શિવનો અવતાર માનવામાં આવે છે. કાળભૈરવની પૂજા માટે  બુધ,ગુરૂ અથવા રવિવારને ઉત્તમ માનવામાં આવે છે.


કોણ છે કાળભૈરવ ?
પૌરાણિક માન્યતા મુજબ કાળભૈરવનો આવિર્ભાવ માર્ગશીર્ષ માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિના પ્રદોષ કાળમાં થયો હતો. કાળભૈરવ ભગવાન શિવનું સાહસિક યુવાસ્વરૂપ છે. કહેવાય છે કે, કાળભૈરવની પૂજા કરવાથી શત્રુથી મુક્તિ મળે છે. કોર્ટ કચેરીના કામમાં પણ વિજય મળે છે. કાળભૈરવની પૂજાથી સાહસમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિનો ભય સમાપ્ત થઇ જાય છે. આ સાથે અજ્ઞાત ભયથી પણ મુક્તિ મળે છે. ભગવાન કાળભૈરવને ભગવાન શિવનો રૂદ્વાવતાર માનવામાં આવે છે.


શનિદેવને શાંત કરવા કાળભૈરવની પૂજાનું વિધાન


કાળભૈરવની પૂજા કરવાથી શનિ શાંત થાય છે. જે રાશિમાં શનિની સાડાસાતી અને પનોતી ચાલી રહી હોય તેવી વ્યક્તિ રવિ,બુધ કે ગુરૂવારે જો કાળભૈરવની પૂજા કરે તો અશુભતા દૂર થાય છે અને શુભતાની પ્રાપ્તિ થાય છે. પરેશાની અને મુશ્કેલી દૂર થાય છે. રવિવાર, બુધવાર, અથવા ગુરૂવારે કાળભૈરવના મંદિરમાં જલેબી ધરાવીને કૂતરાને ખવડાવવાથી પણ જીવનની અશુભતા દૂર થાય છે.


કાળભૈરવનો મંત્ર


શનિદેવની કૃપા મેળવવા માટે કાળભૈરવ મંત્રના જાપ પણ કરી શકાય છે. તેનાથી શનિદેવ શાંત થાય છે.


काल भैरव का मंत्र
ॐ कालभैरवाय नम:


કઇ રાશિમાં ચાલી રહી છે સાડાસાતી?


જે રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તેવા જાતકે શનિદેવને શાંત કરવા કાળભૈરવની પૂજા કરવી જોઇએ, તેનાથી જીવનમાં આવતા સંકટો અને શુત્રોથી મુક્તિ મળે છે. વર્તમાન સમયમાં ધનુ, મકર, કુંભ,રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. તો મિથુન અને તુલા રાશિમાં શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે.