Ganesh Chaturthi 2022 Live update: આજે ગણેશ ચતુર્થીનું પર્વ, સિદ્ધિ વિનાયક મંદિરમાં આરતીમાં ઉમટી શ્રદ્ધાળુની ભીડ

Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થીના અવસર પર ભક્તો ગણપતિના વિવિધ અવતારોની પૂજા કરે છે. તેઓ ખાસ શણગારવામાં આવે છે. બે વર્ષ બાદ ગણેશ ઉત્સવ ધૂમધામથી મનાવવમાં આવી રહ્યો છે.

gujarati.abplive.com Last Updated: 31 Aug 2022 04:55 PM
ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કરી ગણેશ પૂજા

ગણેશ ચતુર્થી 2022: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના, સુખ સંપન્ન રાજ્યની કરી કામના

આજે ગણેશ ચતુર્થીનું પર્વ ખૂબ જ ધૂમધૂમથી મનાવવામાં આવી રહ્યું છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓેને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી છે. ટ્વિટ કરીને કહ્યું કે, ઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું આ પર્વ સૌના જીવનમાંથી આધિ, વ્યાધિ, ઉપાધિને દૂર કરે તેમજ ગુજરાતને વધુ સુખી, સમૃધ્ધ અને શકિતશાળી બનાવે તેવી પ્રાર્થના


 






અમદાવાદના લાલ દરવાજાના મહારાજા દર્શનાર્થે જામી ભક્તોની ભીડ

સુખ કરતા દુખહર્તાનું આગમન થઈ ગયું છે ત્યારે મુંબઈમાં લાલબાગ કા રાજાની જેમ અમદાવાદના લાલ દરવાજાના મહારાજાનો પંડાલ તૈયાર થઈ ગયો છે. મોટી સંખ્યામાં ગણેશ ભક્તો તેના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. જે લોકો લાલબાગ કા રાજાના દર્શન કરવા નથી જઈ શકતા તે લોકો  અમદાવાદના આંગણે જ લાલ દરવાજાના મહારાજા માં લાલબાગ ચા રાજાની આબેહૂબ મૂર્તિના દર્શન કરી શકશે અહીં બે વર્ષ નિયંત્રણ બાદ આ વર્ષે ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

ગુવાહાટીના ગણેશ મંદિરમાં ઉમટ્યા ભક્તો

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ગણપતિ સ્થાપના

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં દૂંદાળ દેવની સ્થાપના કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ડીજેના તાલે નાચતા-ઝૂમતાં બાપ્પાને લઈ આવ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસસ્થાને ગણેશ ઉત્સવની ધૂમ, પૂજા આરતી સાથે સુખ-સમૃદ્ધિની કરી કામના

31 ઓગસ્ટના રોજથી શરૂ થતો ગણેશ ઉત્સવ અનેક રીતે ખાસ છે. માત્ર ચોથ તિથિ જ શુભ નથી, પરંતુ 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બરની વચ્ચે 7 દિવસ દરમિયાન શુભયોગ બની રહ્યા છે.  9 તારીખ સુધી કેોઇ પણ કાર્ય કરવું શુભ મનાય છે. મહારાષ્ટ્રના મુ્ખ્યમંત્રી એકનાથ સિંદેએ  પણ ભાવથી ગણેશજીની સ્થાપના કરી અને આરતી પૂજા કરીને સૌને શુભકામના પાઠવી છે. 


 





Ganesh Chaturthi: ગણપતિ બાપ્પા મોરિયા, PM મોદીએ ગણેશ ઉત્સવ પર દેશવાસીઓને આપી શુભકામનાઓ, CM યોગીએ પણ કરી સમૃદ્ધિની કામના

આજે બુધવાર અને ગણેશ ચતુર્થીનો શુભંગ સમન્વય છે. આજે ગણેશ ઉત્સવના દિવસને દેશભરમાં ગણેશના આગમનને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યાં છે આ અવસરે PM મોદી અને યૂપીના CM યોગી આદિત્યનાથે દેશવાસીઓને શુભકામના પાઠવી છે અને દેશની સમૃદ્ધિ માટે કામના કરી છે. 


 





Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થીના અવસરે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ મૂર્મ આપી દેશવાસીઓને શુભકામના

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને વિશ્વમાં સૌહાર્દ, સૌહાર્દ, સુખ અને શાંતિની કામના કરી હતી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, "ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં વસતા તમામ દેશવાસીઓને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું." આ અવસર ગણેશજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ માનવામાં આવે છે.


મુંબઇમાં લાલબાગ ચા રાજાના દરબારમાં આજે સવારથી જ ભક્તોની ઘોડાપૂર ઉમટ્યું હતું. બે વર્ષ બાદ લાલબાગ ચા રાજાની દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે.


 





Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થીના અવસરે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ મૂર્મ આપી દેશવાસીઓને શુભકામના

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને વિશ્વમાં સૌહાર્દ, સૌહાર્દ, સુખ અને શાંતિની કામના કરી હતી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, "ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં વસતા તમામ દેશવાસીઓને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું." આ અવસર ગણેશજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ માનવામાં આવે છે.


મુંબઇમાં લાલબાગ ચા રાજાના દરબારમાં આજે સવારથી જ ભક્તોની ઘોડાપૂર ઉમટ્યું હતું. બે વર્ષ બાદ લાલબાગ ચા રાજાની દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે.


 





Ganesh Chaturthi 2022 Live update: આ વર્ષે બાપ્પાનું આ લૂક થયું વાયરલ

બે વર્ષ બાદ ગણેશ ઉત્સવની ધૂમ સમગ્ર દેશમાં જોવા  મળી રહી છે. કોરોના કાળના કારણે બે વર્ષથી ગણેશ ઉત્સવની રોનક ઝાંખી પડી ગઇ હતી. જો કે આ વર્ષે લોકોની 2 વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો છે અને લોકો કોઇ પ્રતિબંધ વિના ધૂમધામથી બાપ્પાનું સ્વાગત કરી રહ્યાં છે. 


 મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સોમવારે, ગણેશ ચતુર્થી પહેલા, મુંબઈના સૌથી પ્રખ્યાત લાલબાગચા રાજાની પ્રથમ ઝલક બતાવવામાં આવી હતી.  છેલ્લા બે વર્ષથી આ તહેવાર કોરોના પ્રતિબંધને કારણે સાદગીથી ઉજવવામાં આવતો હતો, જો કે હવે આ વર્ષે કોરોના પ્રતિબંધો દૂર થતાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવનાર છે.


 


આ વર્ષે કેવી વ્યવસ્થા


મળતી માહિતી મુજબ, આ મંડળે દર્શન માટે આવતા ભક્તો માટે મોટા મંડપ બનાવ્યા છે. આ ઉપરાંત અ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટે બેઠક વ્યવસ્થા કરી છે. સાથે જ ભક્તો માટે 24 કલાક પાણી ઉપલબ્ધ છે અને અમે સમયાંતરે ચા અને બિસ્કિટની પણ કાળજી અપાશે. આ સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે લગભગ 250 CCTV કેમેરા અને મેટલ ડિટેક્ટર લગાવ્યા છે. આ સિવાય ખાનગી સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓને પણ રાખ્યા છે.


બ્રેકગ્રાઉન્ડ

Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થીના અવસર પર ભક્તો ગણપતિના વિવિધ અવતારોની પૂજા કરે છે. તેઓ ખાસ શણગારવામાં આવે છે.


દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે અને પૂજા શરૂ કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના અવસર પર મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રથમ આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ગણપતિના દર્શન માટે સવારથી જ લોકો કતારોમાં ઉભા રહ્યા હતા. જે બાદ સૌએ આરતીમાં ભાગ લીધો અને બાપ્પાના દર્શન કર્યા.


આ ખાસ અવસર પર મંદિરોમાં સતત ભક્તોની ભીડ જામે છે. એટલું જ નહીં લોકોએ બાપ્પાના સુંદર અને અનોખા પંડાલ પણ બનાવ્યા છે. સિદ્ધિવિનાયક ઉપરાંત, મુંબઈના લાલબાગચા રાજા પંડાલમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી જોવા મળી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.