Name Astrology: નામ અને ગ્રહો વચ્ચે કનેક્શન હોય છે. મોટાભાગના લોકો પોતાનું નામ જન્મના સમયે રહેલા ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિને જોઇને પાડે છે. નામનો પ્રથમ અક્ષર જન્મ રાશિથી નિર્ધારિત થાય છે. જન્મ સમયે ચંદ્રમા જે રાશિમાં હોય છે તે વ્યક્તિ જન્મની રાશિ કહેવાય છે. નામનો એટલો પ્રભાવ જીવન પર પડે છે કે અનેક લોકો પોતાના કરિયરમાં પ્રગતિ માટે મોટા થઇને નામ બદલી દે છે. અહી તમે જાણશો ચાર એવા અક્ષરો અંગે જેનાથી શરૂ થનારા નામની છોકરીઓનું નસીબ સારુ હોય છે. તે પોતાના પતિ માટે પણ લકી માનવામાં આવે છે.
જે છોકરીઓનું નામ Dથી શરૂ થાય છે કે તેનું નસીબ ખૂબ સારુ માનવામાં આવે છે. આ છોકરીઓ તમામ કામમાં સફળતા મેળવે છે. તે એક વખત કોઇ કામ કરવાનું નક્કી કરી લે છે તો તેમાં જીત હાંસલ કરીને જ બેસે છે. તેની લાઇફમાં તમામ સુખ સુવિધાઓ મળે છે. તેને નસીબનો સાથ મળે છે. તે પોતાની સાથે પોતાના પતિ માટે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે.
જે છોકરીઓનું નામ L અક્ષરથી શરૂ થાય તે ખૂબ સ્પષ્ટ અને ઇમાનદાર હોય છે. તે પોતાના સંબંધોને સારી રીતે નિભાવે છે. બીજાની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. આ લાઇફમાં ખૂબ પ્રગતિ કરે છે. તેની આર્થિક સ્થિતિ સારી રહે છે. તે પોતાના પતિનું નસીબ ચમકાવી દે છે.
જે છોકરીઓનું નામ P અક્ષરથી શરૂ થાય છે તે પોતાના પતિને ખૂબ પ્રેમ કરે છે. તે પતિની ખુશી માટે બધુ જ કરી દે છે. તે નસીબની સારી હોય છે. જે કામ કરે છે તેમાં સફળતા હાંસલ કરી લે છે. એવુ માનવામાં આવે છે કે આ છોકરી જે વ્યક્તિ સાથે લગ્ન કરે છે તેનું નસીબ ચમકી જાય છે.
જે છોકરીના નામનો પ્રથમ અક્ષર S હોય છે તેને ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેના જીવનમાં પૈસાની કોઇ ખોટ રહેતી નથી. જો કોઇ કામ કરવાનું શરૂ કરે છે તો તેને તેમાં સફળતા મળે છે. આ જે વ્યક્તિ સાથે લગ્ન કરે તેનું નસીબ પણ ચમકી જાય છે.
Disclaimer: અહી આપવામાં આવેલી સૂચના ફક્ત માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહી એક જણાવવું જરૂરી છે કે abpasmita.com કોઇ પણ પ્રકારની માન્યતા. જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇ પણ જાણકારી અને માન્યતાનો અમલમાં લાવવા અગાઉ સંબંધિત વિશેષજ્ઞની સલાહ લો.
આ પણ વાંચોઃ
Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક