Good Friday 2023: ગૂડ ફ્રાઈડે એ ખ્રિસ્તી ધર્મ માટે ખાસ તહેવાર છે. આ દિવસે લોકો ભગવાન ઇસુના બલિદાનને યાદ કરે છે અને તેમના દ્વારા બતાવેલ શાંતિ અને પ્રેમના માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લે છે.


 ગુડ ફ્રાઈડેનો તહેવાર ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે લોકો ચર્ચમાં જાય છે અને પ્રાર્થના કરે છે. ગુડ ફ્રાઈડે એ ઈસ્ટર પહેલાનો શુક્રવાર છે. આ વર્ષે ગુડ ફ્રાઈડે 07 એપ્રિલ 2023ના રોજ એટેલે કે આજે  છે.  આ દિવસને ગુડ ફ્રાઈડે બ્લેક ફ્રાઈડે, ગ્રેટ ફ્રાઈડે અને હોલી ફ્રાઈડે જેવા નામોથી પણ ઓળખાય છે.


કેમ મનાવાય છે ગૂડ ફ્રાઇડે દિવસ


ખ્રિસ્તી ધર્મના ધાર્મિક ગ્રંથ બાઈબલ મુજબ ભગવાન ઈશુએ માનવજાતના કલ્યાણ માટે પ્રેમ, જ્ઞાન અને અહિંસાનો સંદેશો આપ્યો હતો. તેઓને યહૂદી શાસકો દ્વારા સખત શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવ્યો હતો અને ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે, જે દિવસે ભગવાન ઇસુને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા તે શુક્રવાર હતો. તેથી જ આ દિવસને ગુડ ફ્રાઈડે કહેવામાં આવે છે. ગુડ ફ્રાઈડે પર લોકો ભગવાન ઈશુના બલિદાનને યાદ કરે છે.


ગૂડ ફ્રાઈડે પર, લોકો ભગવાન ઈસુના બલિદાનને યાદ કરે છે, ચર્ચમાં જાય છે અને પ્રાર્થના કરે છે, તેમના દ્વારા આપવામાં આવેલ શાંતિ અને પ્રેમના માર્ગને અનુસરવાની પ્રતિજ્ઞા લે છે અને ગુડ ફ્રાઈડે પર એકબીજાને અભિનંદન આપે છે. ગુડ ફ્રાઈડે નિમિત્તે, તમે આ અભિનંદન સંદેશાઓ દ્વારા તમારા પરિવાર, પ્રિયજનો અને મિત્રોને પણ શુભેચ્છા પાઠવી શકો છો. આ  સંદેશા દ્રારા આપ આપને સ્વજનનો પાઠવો ગૂડ ફ્રાઇડેની શુભકામના 


ગૂડ ફ્રાઇડેના શુભ સંદેશા


આપણે પ્રભુ ઈસુના ચરણોની ધૂળ છીએ,


ભગવાન માટે,  સુંદર ફૂલો છીએ,


આ ફૂલોને સાચવીને બગીચાને શણગાર્યા,


આપણાં પાપો પ્રભુ ઈસુએ સ્વીકાર્યા છે,


અને માણસને દિવ્યતાનો પાઠ ભણાવ્યો,


આજે ગુડ ફ્રાઈડેનો પવિત્ર દિવસ છે.


ગૂડ ફ્રાઇડે  શુક્રવાર 2023


 


જીવનમાં વધુ સંબંધો હોય કે ન હોય,


પણ સંબંધો ગમે તે હોય


એકબીજાને પ્રેમ કરવો અને સાથે રહેવું ખૂબ જ જરૂરી છે,


પ્રભુ ઈસુ ખ્રિસ્તની અસીમ કૃપા તમારી સાથે રહે.


ગૂડ ફ્રાઇડે  શુક્રવાર 2023