આજે હનુમાન જ્યંતિ...આજે સૂર્ય, બુધ, શુક્ર અને શનિના યોગમાં હનુમાન જયંતી ઊજવણી થઇ રહી છે. ...કોરોના મહામારી ચોતરફ ફેલાયેલી છે...ત્યારે આ સમયે કષ્ટભંજન જ રોગ કષ્ટથી મુક્તિ આપે તેવી પાર્થના કરી રહ્યાં છે.


હનુમાન જંયતીના અવસરે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હનુમંતને વિશેષ શૃંગાર કરાયો છે. હનુમાનજીની આજે સુવર્ણ વાઘા ચઢાવાવમાં આવ્યાં છે. હનુમાન જયંતિ ઉજવણી....કષ્ટભંજનદાદાને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવાયા છે. ..કષ્ટભંજન દેવના આ વાઘાની કુલ કિંમત 6 કરોડ 50 લાખ રૂપિયા છે....હનુમંતના આ વાઘા માટે 8 કિલો સોનાનો ઉપયોગ થયો છે...અને સુવર્ણ વાઘાને તૈયાર કરવામાં 22 જેટલા મુખ્ય ડીઝાઇનર આર્ટીસ્ટ સાથે મળી 100 જેટલા લોકોએ કામ કર્યું...હનુમાન જયંતિ નિમિત્તે પવનપૂત્ર હનુમાનજીને 1 હજાર 111 કિલો લાડુનો ખાસ પ્રસાદ ધરાવાશે...ભગવાનને ધરાવેલો પ્રસાદ કોરોના વોરિયરને પહોંચાડાશે..સાથે જ મંદિર પરિસરમાં વિશેષ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે કોરોનાની માહામારીના કારણે મંદિરમાં ભક્તોને પ્રવેશ નહી મળે..


હનુમાન જંયતિના અવસરે સંકટ મોચનની પૂજા આરાધનનાથી ભયથી મુક્તિ મળે છે.માનવામાં આવે છે કે, હનુમાનજીની કૃપા દષ્ટીઓ હોય તો શનિના કુપ્રભાવથી પણ રક્ષણ મળે છે. કુંડલીમાં રહેલા ગ્રહ દોષ દૂર થાય છે. આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે. સાત વખત હનુમાન ચાલીસા ભાવથી બોલવાથી હનુમંત કષ્ટોને હરી લે છે. આજને દિવસે હનુમંતના વિશેષ પૂજન અર્ચનથી દોષોનું નિવારણ થાય છે અને જીવનના કષ્ટોને કષ્ટભંજન હરી લે છે.


કયો ભોગ ઘરાવવાથી થાય છે પ્રસન્ન


હનુમાનજીને આજના દિવસે વિશેષ એટલે હનુનામ જંયતીના દિવસે વિશેષ પૂજન અર્ચનની સાથે તેને વિશેષ ભોગ પણ લગાવાવાં આવે છે. હનુમાનજીને ખાસ કરીને બુંદીના પ્રસાદ ધરાવવનું વિધાન છે. બુંદી કે લાડૂના નૈવેદ્યથી હનુંમત પ્રસન્ન થાય છે. હનુમાન જંયતી સિવાય પણ મંગળવારે હનુમાનજીને લાડુ કે બુંદીનો ભોગ લગાવવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને અભય વરદાન મળે છે.