સનાતન ધર્મમાં મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પ્રસન્ન થઈને હનુમાનજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.


સનાતન ધર્મમાં મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પ્રસન્ન થઈને હનુમાનજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પવનપુત્ર હનુમાનને મરુત નંદન, બજરંગબલી, હનુમાન જી, સંકટ મોચન, પવનસુત હનુમાન વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે.


ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે માત્ર હનુમાનજીના નામનો જાપ કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી પણ વ્યક્તિનો સૂર્ય બળવાન બને છે અને કરિયર અને બિઝનેસમાં પ્રગતિનો માર્ગ ખુલે છે. સાથે જ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ નબળો હોય તો વ્યક્તિ પર તેની વિપરીત અસર પડે છે. જીવનના દરેક દુ:ખ, પરેશાનીઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીની પૂજા કર્યા પછી આ મંત્રોનો જાપ કરવો જોઈએ.



  1. ॐ पूर्वकपिमुखाय पच्चमुख हनुमंते


टं टं टं टं टं सकल शत्रु सहंरणाय स्वाहा


શત્રુઓનો નાશ કરવા માટે આ મંત્રનો જાપ કરો. જેના કારણે શત્રુ સાથેની શત્રુતા દૂર થાય છે.  નિયમિત સ્નાન-ધ્યાન અને હનુમાન ચાલીસાના પાઠ પછી આ મંત્રનો 11 વાર જાપ કરો.



  1. ऊँ नमो भगवते पंचवदनाय पश्चिमुखाय गरुडानना


मं मं मं मं मं सकल विषहराय स्वाहा।।


નિયમિત રીતે પૂજા કરતી વખતે આ મંત્રનો અવશ્ય જાપ કરો. હનુમાનજીની પૂજા કરતા પહેલા આ મંત્રનું ઉચ્ચારણ કરો. એવું મનાય છે કે, આ મંત્રનો જાપ કરવાથી હનુમંત શીઘ્ર પ્રસન્ન થાય છે.



  1. श्री गुरु चरण सरोज रज,


निज मन मुकुर सुधार |


बरनौ रघुवर बिमल जसु,


जो दायक फल चारि |


बुद्धिहीन तनु जानि के,


सुमिरौ पवन कुमार |


बल बुद्धि विद्या देहु


मोहि हरहुं कलेश विकार ||


માન્યતા છે કે, જીવનમાં આવનાર  મુશ્કેલીને દૂર કરવા અને જીવનમાં રહેલા કષ્ટોથી મુક્તિ મેળવવા માટે સવાર-સાંજ આ મંત્રનો જાપ અવશ્ય કરો. હનુમાન ચાલીસાના દોહામાં સકળ દુ:ખ દૂર કર બલ,બુદ્ધિ અને વિદ્યા આપવાની આરાધના છે.