Hanuman Puja : મંગળવારને ભગવાન હનુમાનનો ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાનની ઉપાસના કરવાથી દુ:ખ, રોગ, મુશ્કેલી અને આફત દૂર થાય છે. હિંદુ દેવતાઓમાં ભગવાન હનુમાન એકમાત્ર એવા છે, જેમને સ્ત્રીઓને સ્પર્શ કરવાની છૂટ નથી. એવું કહેવાય છે કે હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા, તેથી તેમને કોઈ સ્ત્રી સ્પર્શ કરી શકતી નથી. હનુમાનજીની પૂજામાં મહિલાઓ માટે કેટલાક નિયમોનું પાલન કરવું ખાસ કરીને અનિવાર્ય માનવામાં આવે છે. જો મહિલાઓ આ નિયમ પ્રમાણે પૂજા ન કરે તો તેમને ફળ પણ નથી મળતું અને ભગવાનની નારાજગીનો સામનો કરવો પડે છે, તેથી મહિલાઓએ પૂજા દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ –
હનુમાનજીની પૂજા કરતી વખતે મહિલાઓ આ બાબતો રાખે ધ્યાનમાં
- એવું કહેવાય છે કે હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા અને માતા સીતાને પોતાની માતા માનતા હતા. તેથી જ તેના માટે દરેક સ્ત્રી માતા સમાન છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન હનુમાન પોતે સ્ત્રીઓ સમક્ષ ઝૂકી શકે છે, પરંતુ તેઓ કોઈ પણ સ્ત્રીને તેમની આગળ ઝુકાવતા નથી સ્વીકારતા. એટલા માટે મહિલાઓએ ક્યારેય પણ હનુમાનજીની સામે માથું ન નમાવવું જોઈએ.
- મહિલાઓએ હનુમાનજીની મૂર્તિને ક્યારેય પાણી કે વસ્ત્રો અર્પણ કરવા જોઈએ નહીં. આમ કરવું એ બ્રહ્મચારીનું અપમાન માનવામાં આવે છે.
- હનુમાનજીની પૂજામાં મહિલાઓએ ક્યારેય સિંદૂર ચઢાવવું નહીં કે તેમના પગને સ્પર્શ કરવો નહીં. હનુમાનજીને કંઈપણ ચઢાવતી વખતે તેની સામે રાખવું જોઈએ.
- શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. જો કોઈ મહિલાએ હનુમાનજીના 9 ઉપવાસ રાખવાની પ્રતિજ્ઞા કરી હોય અને તેને વચ્ચે માસિક આવે તો આ પ્રતિજ્ઞા તૂટી જાય છે. એટલા માટે મહિલાઓએ હનુમાનજીનું વ્રત ન રાખવું જોઈએ.
- પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ હનુમાન ચાલીસાનો પાઠ ન કરવો જોઈએ. કહેવાય છે કે આવા સમયે મહિલાઓએ ભગવાન હનુમાનજીનું સ્મરણ પણ ન કરવું જોઈએ નહીં તો ભગવાન નારાજ થઈ જાય છે.
- મહિલાઓએ બજરંગ બાણનો પાઠ ન કરવો જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.