Holi 2023:  હિંદુ પૂજામાં હોલિકા દહનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાય વ્યક્તિને ધનવાન બનાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને પ્રહલાદની પૂજા કરવામાં આવે છે. આ વખતે 7 માર્ચે હોલિકા દહન અને 8મી માર્ચે ધૂળેટી છે.  હિંદૂ ધર્મમાં દાન-ધર્મનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ દિવસે દાન કરવાથી માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે દાન કરવાથી ધન અને સમૃદ્ધિ અને માં  લક્ષ્મીના આશીર્વાદ મળે છે. જાણો હોળીના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ ધનવાન બને છે.


રાશિ અનુસાર આ વસ્તુઓનું દાન


મેષ રાશિ- મેષ રાશિના જાતકોએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાં અને પૈસા દાન કરવા જોઈએ. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરવાથી લાભ થઈ શકે છે. 


વૃષભ રાશિ- આ રાશિના લોકો હોળીના દિવસે અન્નનું દાન કરી શકે છે. આ દિવસે ચમકતા રંગના વસ્ત્રોનું દાન શુભ અને ફળદાયી માનવામાં આવે છે.


મિથુન રાશિ- આ દિવસે લીલા વસ્ત્રોનું દાન કરવાથી ખાસ લાભ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે મગની દાળનું દાન પણ વિશેષ લાભદાયક સાબિત થશે.



કર્ક રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકોએ પોતાની ક્ષમતા અનુસાર ચોખામાં મગ ભેળવી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ. તેનાથી ખાસ ફાયદો થશે.


સિંહ રાશિ - હોળીના દિવસે આ રાશિના લોકોએ ઘઉંનું દાન કરવું જોઈએ. સાથે જ આ દિવસે ટોર્ચ, મીણબત્તી જેવી વસ્તુઓનું દાન કરવાથી પણ ખાસ લાભ થશે.


કન્યા રાશિ - આ રાશિના લોકોએ આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ.  આ સાથે જ કોઈ  ઘરની નજીકના મંદિરમાં કપાસનું દાન કરવું શુભ રહેશે.


તુલા રાશિ- હોળીના દિવસે મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કોઈપણ મંદિર અથવા જરૂરિયાતમંદને ખાંડ, ધાણા અથવા મિસરીનું દાન કરો. તેનાથી વ્યક્તિને ધન અને અનાજની પ્રાપ્તિ થશે.


વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિવાળા લોકો આ દિવસે દાળ અથવા લાલ રંગના કપડાનું દાન કરી શકે છે. તેનાથી ગ્રહોને શાંતિ મળશે.


ધન રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ચણાની દાળ અને પીળા કપડાનું દાન કરો.  આ સમય દરમિયાન વ્યક્તિ પૈસા પણ દાન કરી શકે છે.